SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય ૨૩૪ હિમવંત શૂરાવલીમાં આપેલા શ્રીકંદિલાચાર્યના સંબંધ પરથી એ નિશ્ચિત છે કે, માથરી વાચનાના પ્રદાતા સ્કંદિલાચાર્ય સિંહસૂરિના શિષ્ય છે. સિંહસૂરિ નામના બીજા પણ કેટલાક આચાર્યો થયા છે; પરંતુ આ સિંહસૂરિ તે જ છે કે, જેઓ મ. નિ. ની આઠમી અને નવમી સદીના વચગાળ-વિક્રમની ચોથી સદીમાં બહુ સમય સુધી વિદ્યમાન યુગપ્રધાન હતા. તેઓ સિંહગિરિના શિષ્ય અને વાસ્વામીના ગુરુભ્રાતા આર્યસમિતથી નીકળેલી બ્રાહીપિકા શાખાના હતા, નંદિસ્થવિરાવલીમાં આ બ્રહ્મઢીપિક સિંહસૂરિને અને તેમની પૂર્વેના યુગપ્રધાને-નાગહસ્તિ અને રવતિમિત્રને વાચકવંશના જણાવ્યા છે. કંદિલાચાર્યને પણ ત્યાં આડકતરી રીતે વાચકવંશના હોય તેમ સ્તવ્યા છે. જૈનસાહિત્યમાં એમની વિશેષ પ્રસિદ્ધિ પણ વિશિષ્ટ વિદ્યાની સાથે નહિ, પરંતુ વાચનાની સાથે જ છે તેથી તેઓ વાચકવંશના જ છે. નહિ કે વિદ્યાધરવંશના. વળી શ્રીસમિતાથી નીકળેલી બ્રહ્મઢીપિકા શાખામાં, વિદ્યાધરવંશના સ્થાને કે સ્વતંત્ર રીતે વપરાતા કેઈ વિદ્યાધર ગ૭ને ઉદ્દભવ થયો હોય, એને કેઈ પુરા નથી. કલ્પસ્થવિરાવલી પ્રમાણે આર્ય વજસેનના શિષ્ય અને જિનદત્તકીના પુત્ર શ્રી વિદ્યાધરથી વિદ્યાધરકુલની ઉત્પત્તિ થયેલી છે. એ વિદ્યાધરકુલને અને તેની પૂર્વે ઉત્પન્ન થયેલી બ્રહ્મઢીપિકા શાખાને કાંઈ લાગતું વળગતું હેય એમ જણાયું નથી. આ સર્વ પરથી સ્પષ્ટ થાય છે કે, પ્રભાવચરિતમાં લખાયેલા વિદ્યાધરવંશના આચાર્ય સ્કંદિલ એ, વિદ્યાધર વંશાદિના નહિ પણ બ્રહ્મક્રીપિક શાખાના અને વાચકવંશના લખાયેલા યુગપ્રધાન શ્રીસિંહસૂરિના શિખ્ય કંદિલાચાર્ય નથી કે જેઓ મધુમિત્રના ગુરુભ્રાતા અને ગન્ધહસ્તીના કાકાગુરુ હેઈ મ.નિ.ની નવમી સદીમાં માધુરી વાચનાના પ્રદાતા હતા, પરંતુ તેઓ પાદલિપ્તકુલના-પાદલિપ્તસૂરિના કુલના, વિદ્યાધરવંશીય અને છતમર્યાદાના કરનાર તથા આર્ય કાલક (શયામાય) ની પછી યુગપ્રધાનપદે આવેલા શ્રીશાહિડત્ય છે કે જેમને યુગપ્રધાનત્વ કાલ મ. નિ. ૩૭૬ થી ૧૪ સુધી હતું અને જેમના “સંદિર' નામને “Úવિઝ' નામની સાથે પટ્ટાવલીઓમાં કવચિત્ અક્ષરબ્રમ જાગી શાડિલ્યના બદલે સ્કંદિલ તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવ્યું છે. વૃદ્ધવાદી અને સિધ્ધસેન આ શાડિલ્યના જ શિષ્ય અને પ્રશિષ્ય હતા. - પ્રભાવકચરિતમાં “વિદ્યાધરાસ્નાય' એ જે શબ્દ છે તેને અર્થ વિશિષ્ટ વિદ્યાધારકેન કમભાવી પૂર્વપુરુષપ્રવાહ અથવા સામાન્યતઃ વિદ્યાધરવંશ એવો થાય છે. આવા આમ્નાય કે વંશની આદિ વિષે “શીવાઢ૦” એ આગળ લખવામાં આવનારા કાવ્યમાંના ઉલેખથી કદાચ વધારે સ્પષ્ટ ન પણ થવાય, છતાં કલ્પસ્થવિરાવલીના “આર્ય સુસ્થિતસુપ્રતિબંધના શિષ્ય આર્ય ગોપાલ વિદ્યાધરાસ્નાયના હતા” આવા પ્રકારના કથનના આધારે સમજાય છે કે, મ. નિ. ની ચેથી સદીની પૂર્વે પણ એ આમ્નાયનું અસ્તિત્વ હતું જ અને દીક્ષા આશ્રયી વ્રતધર મુનિઓની પરંપરામાં અથવા પૂર્વેના વિશિષ્ટ જ્ઞાનની વાચના આશ્રયી કૃતધર-અનુગધર વાચક મુનિઓની પરંપરામાં જેમ ગુરુ-શિષ્ય વ્યવહાર પ્રવર્તમાન હતું તેમ, મન્ટાદિ વિશિષ્ટ વિદ્યા આશ્રયી વિદ્યાધર મુનિઓની પરંપરામાં
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy