SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ २३० અવંતિનું આધિપત્ય. . નજદીકમાં હોય એમ ઇતિહાસથી જણાયું નથી, એ વાત ધ્યાનમાં રાખતાં ઉપરોક્ત પરસ્પર વિરુદ્ધ જે એ પ્રશ્ન ઊઠે છે તેને સીધેસીધા જવાબ આપણને જૈનસાહિત્યમાંથી મળતા નથી, પરંતુ ધનંજય પર હલ્લા કરનારાઓને ‘શત્રુએ ' કહ્યા છે તેથી તે હાલ રાજા નહિ પણ શક-ક્ષહરાટા હશે એવી કલ્પના થાય છે. જો એ ભરૂચને ઘેરા ઘાલનાર ‘હાલ' હોત તે તેની ‘સાતવાહન' એવી સામાન્ય રીતે જૈનગ્રંથામાં અપાતી ઓળખને છેડી દઈ ‘ શત્રુએ ' એવી અતિ સામાન્ય ઓળખથી તેને ન ઓળખાવાત. ’ * આમ છતાં, એ ‘શત્રુઓ ' કાણુ હતા એના પ્રભાવકચરિતકારને નિશ્ચય ન હોય અને તેથી જ એમણે ‘શત્રુએ’ એવા અતિ સામાન્ય ઉલ્લેખ કર્યાં હોય, તથા ઉપરોક્ત ભરૂચના ઘેરાના સમય, જો હાલે શક ક્ષહરાટાને સર્વથા જીતી લઈ પશ્ચિમઘાટનાં પશ્ચિમ પ્રદેશના સ ́પૂર્ણ કખજો લેવા પૂર્વક ત્યાં મજબૂત સત્તા જમાવ્યા પછીના હાય તા, વધારે સંભવિત એ છે કે, ભરૂચપરના એ હુમલાખારા સાતવાહના (સાતાઁણ એ)-એન્નાકટકમાંથી પ્રતિષ્ઠાનપુરે રાજધાની લઈ જનાર, અરિષ્ટનેા અનુગામી સુપ્રસિદ્ધ સમ્રાટ્ (ન; ૧૦) હાલ-શાલિવાહન હાય. હાલ રાજાના આ હલ્લા અને બાર વર્ષ સુધી વાર વાર કરાયલા તેના પાછળના હલ્લાઓ એ સર્વ તાપી નદીની દક્ષિણના પ્રદેશ, કે જે કેટલાક સમય પહેલાં તેના પૂર્વજોના કબજામાંથી શક-ક્ષહરાટાએ ખુ’ચાવી લીધા હતા અને પાછળથી શક-ક્ષહરાટાના હાથમાંથી વિક્રમાદિત્યના તાખામાં ચાલ્યા ગયા હતા, તેને પાછા મેળવવા માટે હશે એમ નભઃ સેન અને હાલની વચ્ચે થયેલી છે. વટની સંધિ પરથી અનુમાન થાય છે. ઉપરાંત એ હલ્લાઓનું કારણ, પેાતાનું મૃત્યુ શાલિવા હનના હાથે થશે એમ ભવિષ્યવેત્તાના મુખથી જાણતાં વિક્રમાદિત્યે પ્રતિષ્ઠાનપુર ચઢાઈ કરી હતી અને તેને તેમાં શૂકથી હાર ખાઈ પાછું નાશી જવું પડયું હતુ”” એવા મળી આવતા સાહિત્યગત ઉલ્લેખ પરથી કદાચ, વિક્રમાદિત્યે આન્ધ્રરાજ્ય સાથે શરૂ કરેલી અથડામણીના અ'ગે જાગેલી દુશ્મનાવટ પણ હોય તાપણું ના નહિ. હાલ રાજાના એ હલ્લાઓનું પરિણામ ત્યાં સુધી પહેાંચ્યું હતુ` કે, વિક્રમાદિત્યને પોતાના જીવનના અંત ભાગમાં શાલિવાહનથી પેાતાના રાજ્યની સલામતી જોખમાશે એવા ભય સુદ્ધાં લાગ્યા હતા. જ્યારે તેણે ભરૂચ પણ જતુ જોયું ત્યારે તે સંપૂર્ણ સાધન શક્તિ વડે હાલની સાથે લાટના પ્રદે શમાં લડયે।. આ યુદ્ધમાં તે મરણુતાલ ઘવાયા અને પછી લાગેલા ઘાથી કે મતાન્તરે મનાય છે તેમ વ્યાધિથી મૃત્યુ પામ્યા. કહે છે કે, આ પછી વિક્રમાદિત્યના પુત્ર નભઃસેને– જૈન ગ્રન્થકારોથી નહસેણુના મલે લખાતા નરવાહને કે નહવહઃ-શાલિવાહન સાથે યુદ્ધ જારી રાખ્યું હતુ. અને તેને તેમાં વિજય મળ્યા હતા. એ વિજય ખાસ મહત્ત્વના હોય તેમ લાગતું નથી. કારણ કે, નભસેનને તાપી નદીના દક્ષિણ તરફના પ્રદેશ તા છોડી જ દેવા પડયા હતા, એમ કહેવામાં આવે છે. નભઃસેનની શાલિવાહન સાથેની સંધિના સમય વિક્રમાદિત્યના મ, ન. ૪૭૦–ઇ. સ. ૩ વર્ષે મૃત્યુ થયા પછી આશરે એકાદ વર્ષની અંદર હશે, એમ અનુમાન થાય છે; પરંતુ ધનંજય પર થયેલા હલ્લાના સમય, જ્યાં સુધી એ ܕ
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy