SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ અવંતિનું આધિપત્ય પ્રજાના કલ્યાણના માટે આખી રાતના સતત ઉજાગરા વેઠવામાં પણ આનંદ માનતે તે અંધેર પછેડે ઓઢી નગર ચર્ચા નિહાળવા નીકળી પડતે અને શમશાનાદિ શૂન્ય સ્થળોમાં રખડત તથા જુગારખાનાં વિગેરે અનીતિનાં પિષક સ્થાનોમાં પણ ટેલ મારી આવતે. વખતે વેશપલટ કરીને જ્યાં ત્યાં ભળી જઈ પ્રજાને ન્યાય આપવાની ખાતર સત્ય હકીક્ત મેળવવા પણ તે પુષ્કળ મથતું. પરિણામે, તેના રાજ્યમાંથી ચૌરી, વ્યભિચાર, જુગાર વિગેરે અનીતિ પ્રાયઃ ઊખડી જવા પામી હતી. તેનામાં રહેલા અપૂર્વ સત્વના બળે અગ્નિવૈતાલ વિગેરેની દિવ્ય શક્તિઓ પણ તેને સતત મદદ કરી રહી હતી. આ શક્તિઓને ઉપયોગ બહુધા તે પરોપકારાર્થે જ કરતે. તે ગમે તેના આસ્વરને સાંભળી તેના દુઃખને દૂર કરવા નિર્ભયપણે તરત જ ત્યાં દોડી જ. એ એને એક વ્યસન જ હતું. આ વખતે તે નીતે ગણતે મધરાત, જંગલ, શમશાન કે પિતાની એકાકિતા, અને એવા દયા અન્ત કરણના પુણ્યબળે જ તેની તરફ “સિદ્ધ પુરુષ–સોનાના અખૂટ ખજાના રૂપ પુરુષ ઘસડાઈને આવ્યો હતો. એને પિતાને એને ખપ ન હતું. પ્રજાનાં દુઃખ કાપવામાં જ તે તેને ઉપયોગ કરવા ઈચ્છતે હતો. આ અખૂટ સોનાથી અને પુણ્યબળે પ્રાપ્ત અનેક નિધાનેથી એણે પ્રજાના હિતનાં કાર્યો કરવામાં નિરવધિ કરી; પૃથ્વીને અનૃણ (કરજ વગરની) કરી; દીન, અનાથ, વિગેરેને ઉદ્ધાર કર્યો. “એ અનૃણુતાનું કાર્ય કરવા માટે તેણે પિતાના મંત્રીઓને દેશદેશ મોકલ્યા હતા. એમને એક લિંબા નામને પ્રધાન વાયડ (ઉ. ગુ.) નગરમાં ગયે હતે. એ લિબાએ વિક્રમના રાજ્યના સાતમા વર્ષમાં એટલે મ. નિ. ૪૧૭ ઈ. સ. પૂ. પ૦ માં ત્યાંના જીર્ણશીર્ણ શ્રી મહાવીર સ્વામીના ચિત્ય (દેરાસર)ને ઉદ્ધાર કરાવી તેના ધ્વજદંડની પ્રતિષ્ઠા જૈનાચાર્ય શ્રી જીવદેવસૂરિના હાથે કરાવી.” ૨૪૪ “પ્રભાવચરિત'કારનું આ કથન વિક્રમાદિત્યની અનૃણાદિ પ્રવૃત્તિને એક પુરાવે છે તેને સમર્થન કરનાર ઉલ્લેખ સાહિત્યમાં ઘણા ય મળી આવે છે. આની વિરુદ્ધમાં જનારી કઈ હકીકત કે પુરા કયાં ય ોંધાય મળી આવતા નથી તેથી તેને ન માનવાનું કે તેના પર શંકા લાવવાનું કાંઈ કારણ નથી. પ્રજાને કરજ વગરની કરવા સાથે તેણે દેશમાં વિદ્યા અને સૌન્દર્ય વિકસાવવા પણ દ્રવ્યવ્યય પૂર્વકના બહુ બહુ પ્રયત્ન કર્યા હતા. તેણે ધનપ્રાપ્તિ અને સત્તા પ્રાપ્તિનું ધ્યેય પરમાર્થ જ બનાવ્યું હતું. તે સર્વ જાતિની પિતાની પ્રજાને ખૂબ ખૂબ ચહાતે હતે, તેની પ્રજાવત્સલતા અપાર હતી. પ્રજા પણ તેને કૃતજ્ઞપટ્ટાથી તેના કરતાં ય વિશેષ ચહાતી હતી. તે તેની છત્રછાયા નીચે પિતાને સર્વથા નિર્ભય માનતી હતી. (૨૬૪) પ્રભાવક ચરિતમાંના છવદેવસૂરિના ચરિતમાં કેટલીક હકીકતો એવી લખાયેલી છે કે, એ આચાર્ય વિક્રમાદિત્યના સમકાલીન ન હોય એમ સમજાય છે, જ્યારે ત્રણવિમોચન વિષે જણાવેલી હકીકત કહી રહી છે કે એ આચાર્ય વિક્રમાદિત્યના સમકાલીન હતા. આને અર્થ એ જ થઈ શકે છે કે, જવદેવસૂરિ નામના બે આચાર્ય હોઈ તે બન્નેની હકીકત એક જ વ્યક્તિના નામે સેળભેળ થઈ ગઈ છે, કે જેવી રીતે નિગોદવ્યાખ્યાતા કાલક અને ગર્દભિલેદક કાલકના માટે બન્યું છે. આ વિષયની સ્પષ્ટતા મેં અમુકાંશે મૂળ લેખમાં પણ આગળ જ કરી છે.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy