SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ અવંતિનું આધિપત્ય વિક્રમાદિત્ય (બલમિત્ર-વિક્રમસેન) ૬૦ વર્ષ. મ. નિ. ૪૧૦-૪૭૦ (વિ. સં. ૦-૬૦, ઈ. સ. પૂ. પ૭-ઈસ. ૩), આજે ભારતમાં પ્રવર્તમાન-ચાલતા સંવત્સરમાં સૌથી વધારે વ્યાપક અને મુખ્ય સંવત્સર મહારાજા વિક્રમાદિત્યને છે. એના સંવત્સરને સંવત-ટૂંકામાં સં.-તરીકે બહુધા લખવામાં આવે છે અને તેની સાથે “વિક્રમ” નામ-કુંકામાં વિ. જોડવામાં આવે છે. અત્યારે, એટલે કે, આ લખી રહ્યો છું ત્યારે એ સંવતનાં ૨૦૦૩ વર્ષ વીતી ચુકયાં છે અને ૨૦૦૪ મું વર્ષ ચાલી રહ્યું છે. જેની સાથે શાલિવાહનનું નામ જોડાયેલું આજે મળી આવે છે, તે રુદ્રદામા વિગેરે શકરાજાએથી ઉપયોગ કરાય શક ચનને શાક સંવત્સર ઉપરોક્ત વિક્રમ સંવત પછીથી પ્રવર્તેલ હેઈ, તેમની બન્નેની વચ્ચે આશરે ૧૩૫ વર્ષનું અંતર છે. જીસસ ક્રાઈસ્ટના નામે ચાલેલ ઈસવી સન સંવત્સર પણ વિકમ સંવતની પછી આશરે ૫૬ વર્ષ બાદ જ શરૂ થયેલો છે, કે જે સંવતને કેટલાંક વર્ષોથી આજ સુધી ભારતવર્ષ પિતાની ગુલામીના એક ચિહ્ન તરીકે રીતસર નભાવી રહ્યું હતું અને હજુ ય જેની અસર ચાલુ જ છે. આ ઈસવીસનના જેવા જ ધાર્મિક અને વિદેશી એવા બીજા પણ બે સંવત્સરો-મુસ્લીમોને “હિજરી” અને પારસીઓને “યઝદેઝરદી’ પણ આજે અમુક મર્યાદામાં પ્રચલિત છે. તેવી જ રીતે, મહાવીર નિર્વાણુને સંવત્સર પણ જેને માં આજે ૧૫રાઈ રહ્યો છે. આ સિવાય જેની પ્રવૃત્તિ આજકાલ ઘણી જ ઓછી જોવામાં આવે છે અથવા તે જેની પ્રવૃત્તિ બીલકુલ જોવામાં આવતી નથી એવા પણ કેટલાક સંવત્સરે ભારતમાં પ્રવર્યા છે. ઉપરોક્ત બધા સંવત્સરે, કેઈન કેઈ વ્યક્તિના અંગે બનેલી મહત્વની ઘટનાથી તે વ્યક્તિના નામે અથવા તેના કાર્યના નામે ઓળખાય છે. સંશોધકો એ વ્યક્તિ વિષે કે એના કાર્ય વિષે ભાગ્યે જ શંકા ઉઠાવે છે; પરન્તુ આશ્ચર્યની વાત છે કે, વિક્રમની વીસમી સદીના ગષકે, જેને સંવત આજે અતિવ્યાપકપણે ચાલી રહ્યો છે અને ભારતવર્ષે જેના વિષેની અનેક અવનવી પરંપરા સાચવી રાખી છે, તે પુણ્યલેક વિક્રમના સંવત ચલાવવામાં જ નહિ, બલ્ક તેના તે સમયે એટલે કે આજથી ૨૦૦૪ વર્ષ પૂર્વે અસ્તિત્વ હવામાં જ શંકા ઉઠાવી રહ્યા છે. “જન સત્યપ્રકાશનો વિક્રમવિશેષાંક-ક્રમાંક ૧૦૦ માં એ શંકા અધુરા અવલોકનના પરિણામે જાગેલી છે એમ દર્શાવવા, તે અંકના મહાનુભાવ લેખકે એ યથાશક્ય ઠીક ઠીક પ્રયત્ન કર્યો છે. મેં પણ તેમાં કિંચિત-અ ની અપેક્ષાએ નહિવત્ જેવું અને આજે મારા હાલના વિચારે પ્રમાણે દૂષિત જણાતુ-લખ્યું હતું. હાલ ચાલી રહેલા વિક્રમ સંવતની શરૂઆતનાં વર્ષોમાં
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy