SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ અવંતિનું આધિપત્ય આજવિકેની પાસે તિષ નિમિત્તનું જ્ઞાન મેળવ્યું હતું,૨૪૬ તેમણે પોતાને વિહાર સિન્યના રસ્તે થઈ પારસકૂલ સુધી લંબાવે. સિન્ધનદીની પેલી પારના એ પ્રદેશમાં “સાહિ” રાજાઓ રાજય કરતા હતા. એમને અધિરાજ “સાહાસાહિ” તરીકે બલાતે હતે. કાલકાચાર્યે સાહિ રાજાઓમાંથી એક સાહિને આશ્રય લીધો અને તેને પિતાના તિષ નિમિત્તબલથી સાનુકૂલ કર્યો. એવામાં સહાણુસાહિએ પોતાના તાબાને ૯૬ સાહિઓને ફરમાન કર્યું કે, હું તમને જે કટાર મોકલું છું તેનાથી તમે તમારું મસ્તક છેદી નાખો. પ્રત્યેક સાહિ પર જુદું જુદું ફરમાન મેકલાયું હતું. કાલકાચાર્ય જે સાહિના ત્યાં રહ્યા હતા તેના પરના ફરમાન પર ૯૬ ને આંક હતું, તેથી તેને સમજાયું કે સર્વોપરી સરકારનો ૯૬ સાહિઓનાં મસ્તક છેદવાને હુકમ છે. એણે આ મરણન આપત્તિની હકીકતથી કાલાચાર્યને વાકેફ કર્યોસઘળી પરિસ્થિતિને ખ્યાલ કરી સાહિ રાજાઓને મોતથી બચાવવા અને જે કાર્ય માટે પિતે અહીં સુધી આવ્યા હતા તે સિદ્ધ કરવા કાલકાચા તે સાહિને સલાહ આપી કે, તમે સર્વ આત્મઘાત ન કરતાં મારી સાથે “હિંદુગદેશ–હિંદમાં ચાલે. આ સલાહને અનુસરી તે સાહિ અને તેનાથી સૂચન કરાયેલા બીજા ૯૫ સાહિએ શ્રીકાલકાચાર્યની સાથે સિધુને પાર કરી સૌરાષ્ટ્રમાં આવ્યા. આ સમયે ચોમાસુ બેસી જવાથી એ સાહિઓએ ઉજયિની તરફ આગળ ન વધતાં, સૌરષ્ટ્રને કબજે લઈ તેને તેમણે ૯૬ વિભાગમાં વહેંચી લીધું અને કાલાચાર્ય જે સાહિના આશ્રયે રહ્યા હતા તેને સૌને અધિપતિ નીમ્યા. માસા દરમીયાન તેઓ ત્યાં જ સ્થિરતા કરીને રહ્યા. કાલકાચાર્યે તેમને પિતાની વિદ્યાશકિત વડે સુવર્ણાદિથી સવિશેષ શક્તિમાન બનાવ્યા. જ્યારે મારું વીતી ગયું ત્યારે કાલકાચાર્યે સૌરાષ્ટ્રમાં સ્થિત આ સર્વ સાહિએને અને લાટના રાજાઓ તથા બીજા પણ કેટલાક રાજાઓને સાથમાં લઈ ઉજજયિની (૨૪૬) શ્રી કાલકસૂરિના નિમિત્તજ્ઞાનના અભ્યાસ સંબંધમાં આવી રીતે લખવામાં આવે છે – " लोगणुओगो अज्जकालगा । अन्जंतेवासिणा एत्तिउं पढिउं सो न नाओ मुहुत्तो जत्थ पव्वाविओ थिरो होज्जा तेण निव्वेपण आजीवगाण सगासे निमित्तं पठियं"। –પંચકલ્પચૂર્ષિ (લેકાનયોગમાં આ કોલક-આર્યોના અંતેવાસીપણે આટલું બધું અધ્યયન કર્યા છતાં મુહૂર્ત ન જાણી શકયા કે જેમાં દીક્ષિત કરાયેલે રિથર થાય. આ નિવેદથી (તેમણે) આજીવોની પાસે નિમિત્તને અભ્યાસ કર્યો ) - પંચકલ્પચૂણિના ! આ ક્યનથી સિદ્ધ થાય છે કે, શ્રી કાલકસૂરિએ આજીવિ પાસે નિમિત્ત (તિષનિમિત્ત) ભર્યું હતું અને તેઓ નિશીથચૂર્ણિકારના કથન મુજબ ઉજજયિની માં સરસ્વતી સાબીની ધટના બની તે પહેલાં “તિનિઢિયા'–તિષનિમિત્તશાસ્ત્રમાં સમર્થ જ્ઞાની બન્યા હતા. અવિનીત શિષ્યોના પરિહારને બનાવ પણ ઉપરોક્ત ઘટના બન્યાની પહેલાં આ જ કાલકસૂરિના હાથે બનવા પામ્યો હતો એમ ઉભય ચૂર્ણિઓના કથન પરથી સાબીત થાય છે.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy