SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ અવંતિનું આધિપત્ય. છે. સહરાટ નહ૫ણ સહાટ બૂમકને કોઈ સંબંધી છે, એમ અનુમાન કરવામાં આવે છે; પરંતુ એ સંબંધ પિતા-પુત્ર તરીકે છે કે કોઈ અન્ય પ્રકારને છે એને નિશ્ચય મળી આવતા કોઈ પણ ઉત્કીર્ણ લેખથી કે અન્ય સાધનોથી થઈ શકતું નથી, ૨૩૪ તે પછી નહપાલુ ભૂમકની રાજધાની મનાતી માધ્યમિકામાં રહી રાજ્ય કરતું હતું, એમ નિશ્ચયપૂર્વક કેવી રીતે કહી શકાય? એમ કહેવાને કે અન્ય ખાસ પ્રામાણિક પુરા જોઈએ. એવી જ રીતે તેની રાજધાની મન્દસર હોવાને પણ કેઈ તે મજબૂત પુરા નથી. “ગૌતમીપુત્ર યજ્ઞશ્રી સાતકણું અરિષ્ટ શકેને હણ્યા અને ક્ષહરાટોનું નિકંદન કાઢયું તથા નહપાણના સિક્કાઓ પર પોતાનું મહેણું માર્યું.” લેખ અને સિક્કાઓ પરથી તારવાતી આવા પ્રકારની અર્ધસત્ય માહિતી પરથી એ નકકી થાય છે કે અરિષ્ટક નાશિક અને પુના જિલ્લાને પ્રદેશ શકે પાસેથી પાછો મેળવ્યો તે પહેલાં, ત્યાં આધસત્તા નષ્ટ થઈ તેના સ્થાને નહપાણ સહશટની રાજસત્તા પ્રવર્તતી હતી, પરંતુ તેથી એમ ન કહી શકાય કે, નહપાની રાજધાની જુનેર હતી. તેના અયમ પ્રધાને આ સ્થળે લેખ કેતરાવ્યો હતો, એ પરથી પણ એટલું જ કહી શકાય કે, ત્યાં તેની રાજસત્તા હતી, નહિ કે રાજધાની. શક ઉસભાત (ઋષભદત્ત) કે જેનહપાણનો જમાઈ કે બનેવી અથવા તે કેઈકના મતે સાળ મનાય છે, ૨૩૫ તેણે આ પ્રદેશમાં પિતાને રાજવંશ ચલાવ્યું હતું. જુને કદાચ તેની રાજધાની હેય, અને એ પરથી નહપાણની પણ રાજધાની જુનેર હતી, એમ બ્રમાત્મક અનુમાન ઉપજાવી કઢાયું હોય એ બનવા જાગ છે. કેઈ જગાએ સિક્કાઓ કે લેખાદિ મળી આવે તે પરથી તે પ્રદેશમાં, એ સિદ્ધાઓમાં કે લેખાદમાં કેતરાયેલા નામવાળા રાજક્તની રાજધાનીનું કઈ નગર કલ્પી શકાય કે કેમ, એ એક પ્રશ્ન છે. તેમાં પણ વ્યાપારાદિ વ્યવહારની (૨૩૪) આ અનુમાન કરવામાં આવે છે તેનું કારણ એ છે કે, “મક અને નહ૫ણુ એ બને ક્ષહરાટથી ઓળખાતી એક જ જાતિના છે, વળી તે બન્નેના સિક્કાઓને સરખાવવાથી નપણ ભૂમટને ઉત્તરાધિારી હોય એમ માલુમ પડે છે. આવી રીતે ભૂમકને ઉત્તરાધિકારી હતા, નહપાણુ કદાચ, ભૂમક સાથે પિતા-પુત્રાદિ સંબંધ ન ધરાવતો હોય તો પણ તે ભૂમાની રાજધાની “મજિઝમિટ'-મધ્યમિક પર લાવી ત્યાં રહી રાજય કરતે હોય એ બની શકે તેમ છે. આમ છતાં મી. સ્મીથ જેવા કેટલાક સંશોધો ભૂમક પછી નાણ તરત જ આવ્યો હતો કે નહિ તે વિષે નિશ્ચયથી કાંઈ કહી શકતા નથી, જ્યારે આચાર્ય શ્રી ઈશ્વસરિઝ જેવા ઇતિહાસગ્ન તે ભૂમાને બહુ જ પાછળના સમયમાં લઈ જઈ શકસમ', એકદામાના પિતામહ ચષ્ટનના પિતામહ તરીકે હોવાની માન્યતા ધરાવે છે. પ્રાચીન ભારતવર્ષના કર્તા છે. ત્રિભોવનદાસ લહેરચંદ શાહ મી. રનના અંગ્રેજી લખાણના અધિારે ઉસવદાસ અને ક્ષમિત્રના દાનપત્રમાં ભૂમનું નામ લખાયેલું માનતાં ભૂમાને નહપાણના એકદમ નજીકના સગા-પિતા તરીકે માને છે અને તેઓ નહપાને નભોવાહન માની ઉમિનીમાં લઈ જાય છે. બા વિષષમાં મારી માન્યતા એ છે કે, નહ પણ ભૂમાકો ગમે તે રીતે ઉત્તરાધિકારી હોઈ તેની રાજધાની ઉજમ યિની નહિ, પરંતુ મધ્યમિકામાં હશે. મારી આવી માન્યતા આ લેખમાં થોડુંક આગળ જતાં આ ચર્ચાના અંતે દર્શાવી છે. (૨૫) નાશિક અને કાલે ના લેખમાં તે સ્પષ્ટ રીતે આ ઉસભાતે પિતાને નહપાના જમાતા -જમાઈ તરીકે જ આલેખ્યો છે.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy