SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ અવંતિનું આધિપત્ય ચિત થયેલી અને પિતાના પુત્રને માટે મગધ સામ્રાજ્યને ઈરછતી ત્યાં બેઠેલી કુણાલની સાવકી માતાએ પતિની ગફલતનો લાભ લઈ પત્રમાંના “વધી ૪' શબ્દમાં રહેલા ' પર એક અનુસ્વાર ઉમેરી કુમાર છાયા' કુમાર અંધ બને એમ કરી નાખ્યું. પાછા ળથી નહિ નિરીક્ષણ કરાય એ પત્ર એ ને એ જ–દગાનો ભોગ બનેલો જ કુણાલના સંરક્ષક-બાલધારકોને મળે. પત્રમાંની વિરૂપ હકીકતને વાંચી સંભળાવવા તથા તેને અમલ કરવા અશક્ત એવા બાલધારકને જોઈ સ્વયં પત્રમાંની હકીકતથી વાકેફ થનારા સુનયન એ કુમારે, “મૌર્યકુલમાં કોઈપણ વડીલની આજ્ઞાને ભંગ ન કરે” એવા વિચારથી પિતાના પિતાની આજ્ઞાનું પાલન કર્યું. તેણે બાલધારકો વિગેરે સૌની સ્તબ્ધતા, આશ્ચર્ય અને કાર્ય વચ્ચે પોતાના હાથે જ અંધાપો વહારી લીધે. એને ભવિષ્યમાં સમ્રાટ બનાવવાની અશોકની બધી ય આશાઓ ધૂળમાં મળી ગઈ. આ પછી અશકે કુણાલને કુમારભુક્તિમાં એક સમૃદ્ધ ગામ આપી તેને યુવરાજના અધિકારની રૂઇએ આપેલું જે ઉજજયિની હતું તે અન્ય રાજકુમારને આપ્યું. હિમવંતર્થરાવલી કુણાલને ઉજ્યચિનીમાં રાખવાનું કારણું, “તેની સાવકી માતાથી કરાતો ઉપદ્રવ હતું, એમ સ્પષ્ટ જણાવે છે અને તે લખે છે કે, “સાવકી માતાના પ્રયોગથી કુણાલ અંધ બન્યો એ વાત સાંભળતાં અશોક ક્રોધાક્રાંત થયા અને તેણે કાવતરાખેર એ રાણી તથા અન્ય દેષિત અનેક રાજકુમારીને મારી નાંખ્યા.19 બૌદ્ધગ્રંથ કુણાલને અંધ બનાવવાને હુકમ કરનાર રાણીનું નામ તિબ્બરક્ષિતા લખે છે, કે જે રાણીને વચનથી બંધાયેલા અશકે અલ્પ સમયને માટે રાજ્યાધિકાર આપ્યા હતા. કુણાલને અંધ બનાવ્યો એ, કુણાલની આંખ પર મોહિત થઈ તેની સાથે વ્યભિચારની ઈચ્છા સેવનાશ તરક્ષિતાની અનુચિત યાચનાને તિરસ્કાર અને તેથી થયેલી નાશી પાણીનું પરિગુમ હતું, એમ જણાવતા બૌદ્ધ લેખકે લખે છે કે, “કુણાલને અંધ બનાવવાના કાવતરામાં ભાગ લેનાર પાંચસો મંત્રીઓને અશકે કતલ કર્યા હતા.” બૌદ્ધલેખકે ભલેને, ઉલટસુલટી હકીકતે લખે. કુણાલને અંધ બનાવ્યું એ ખરી રીતે તે એક રાજદ્વારી કાવતરું જ હતું અને એને લાભ બોદ્ધસંઘને લેવાને હતે. પરંતુ “ અંધ કુણાલને ત્યાં પુત્ર જન્મતાં અને કુણાલના ગીતગાન પ્રસંગે વચનથી બંધા. ચલા અશોકે સંatત જન્મેલા એ બાલકનો તરત જ રાજ્યાભિષેક અથવા તે યૌવરા (૧૬૬) પરિશિષ્ટ પર્વ ૨. ૮ ક્ષક ૧૫થી ૩૪ (१९७) इम्मस्सासोमणिवस्साणेगाणं पुत्ताण मज्झे कुणालणामधिज्जो पुत्तो रज्जारिहो हुस्था । तं गं विमाउओ हिखिज्जमाणं णाऊणासोपण णिवेण णियपगिजुओ से अवंतीणयरी ठाइसी । परं विमाउपयोगेणं तत्थ से अंधीभूओ । तमढे सोच्चा असोमणिवेणं. कोहाकतेणं तं णियमज्जं मारित्ता दोसपराऽवरे वि रायकुमारा मारिया।" હિમ ઘેરા પૃ. ૪ (મુદ્રિત)
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy