SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ અવંતિનું આધિપત્ય. ઈ. સ. ૫. ૨૮૮-૨૬૩) અને બૌદ્ધગ્રંથાનુસાર અ. નિ ૧૭૯-૨૦૭ (વિ સં. પૂ. ૨૩૧ ૨૦૩, ઈ. સ. પૂ. ૨૮૮-૨૬૦) સુધી આવે છે. થેરાવલી અનુસાર સાલવારી તે મથાળે ટકેલી જ છે. બિન્દુસારને શાભિષેક થયો ત્યારે ચાણકય હયાત હતા અને તેની મહાબુદ્ધિ એ સમ્રા તથા મગધ સામ્રાજયને દરવણી આપી રહી હતી. પરિણામે તેનું સામ્રાજ્ય સુરક્ષિત, સમૃદ્ધ અને મજબૂત બનતું જ રહ્યું હતું. તેને વારસામાં જૈનમ મળ્યું હતું. શ્રીહેમચંદ્રસૂરિ તેના ધર્મ વિષે કાંઈ બોલતા નથી, પણ હિમવંત શૂરાવલી કહે છે કે, તે જૈન ધર્મને આરાધક પ્રવર શ્રાવક હતા. ૧૩૭ સર્વ ધર્મોની સાથે સહિષ્ણુતાથી વર્તવું એવી જૈનધર્મની સહજ નીતિને તે વારસ હોવાથી તેના સામ્રાજ્યમાં તલવાર, પીડન કે દબાણને સ્થાન ન હતું. તે સર્વ ધર્મને સમાન ભાવે જ મદદગાર બનતે. એણે સત્રો સ્થાપ્યાં હતાં અને તે ભેદભાવ વિના પુરતી ઉદારતાથી ચાલતાં હતાં. દરરોજ તે ૬૦૦૦૦ બ્રાહ્મણોને જમાડતે હતે; તેથી એવા ઉલ્લેખો થવા પામ્યા છે કે, તે બ્રાહ્મણને એટલે વેલિકોને અનુયાયી હતું. કોઈએ ભુલવું જોઈએ નહિ કે, એ સમયમાં બ્રાહ્મણે વૈદિક જ ન હતા, પણ બૌદ્ધ અને મુખ્યત્વે કરી જૈન હતા. આ વખતે વૈદિક સંપ્રદાય તે લાગવગહીન બની હા પામી ગયો હતો. “ અશોકને પિતાના રાજ્યની શરૂઆતમાં વારસાગત જૈનત્વ મળ્યું હતું. ૧૩૦ એમ હિમવંત શૂરાવલી કહે છે, તેથી પણ સિદ્ધ થાય છે કે તેને પિતા બિન્દુસાર જેનધમી હતે. પિતાના પિતાની જેમ અશકે પણ બ્રહ્મપક્ષી એટલે જ્ઞાની બ્રાહ્મણને જમાડવાનું ત્રણ વર્ષ સુધી કાયમ રાખ્યું હતુ, એમ બૌદ્ધગ્રંથ મહાવંશ કહે છે. ૧૩૯ અહિં બ્રહ્મપક્ષી એ વિશેષણ છે તે વૈદિક (૧૩) “+ + હિંદુત્તા વાઢિપુનિ જે કિશો ! ____से णं जिणधम्माराहगो पवरसड्ढो जाओ ।" હિમ. થેરાપૃ. ૪ (મુદિત ) (૧૩૮) “ x x x અોકો પુત્તમ અને ઓિ . से वि य ण पुद्वि जिणधम्माणुणीओ भासी ।" હિમ થેરાપૃ. ૪ (મુદ્રિત) (૧૯) “વિતા ક્રિષદરજ્ઞાનિ, રાક્ષને ગણપવિદ્યા भोजेसि सो पिते येव, तीणि वस्लानि भोजयि ॥" -મહાવંશ ૫૦ ૫, લો. ૨૩. અશેના માટે કરેલા ઉપરોકત ઉલેખ પરથી અને દિવ્યાવદાન, બેધિસત્તાવાનાલ્પલતા, વિગેરેમાં અશોકે “'-બૌદ્ધસંધ તરફ કરોડે સોનાને દાનપ્રવાહ વહેવડાવ્યો હતો એવા કરેલા ઉલેખે પરથી સમજાય છે કે, અશકની સર્વસામાન્ય દાનપ્રવૃત્તિની જેનભાવનાને પલટાવવા અને તેને સંધારામ તરફની દાનપ્રવૃત્તિમાં સંકુચિત બનાવવા સવિશેષ પ્રયત્ન થયા હતા. એ પ્રયત્નો અમુકાશે સફળ થયા છે, પણ તેના શિલાલેખેથી સમજાય છે કે, તેને વારસામાં મળેલી જેનધર્મના અમુક સિદ્ધાંતની ભાવનાની જેમ પૂર્વોક્ત દાનપ્રવૃત્તિની ભાવના પણ સર્જાશે ૫૦ટે પામી ન હતી.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy