SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ અવંતિનું આધિપત્ય. સંસર્ગમાં કદાચ આવ્યો હશે,૧૩૫ પરંતુ એને જૈન સાહિત્યમાં ઉલેખ થયો હોય એમ લાગતું નથી. આગળ કહેવામાં આવ્યું છે કે, ચંદ્રગુપ્ત યવન સરદાર સેલ્યુકસને હરાવી તેને સંધિ કરવાની ફરજ પાડી હતી. આ સંધિ થયા બાદ સેલ્યુસે ચંદ્રગુપ્તની સંમતિથી પિતાનો એલચી મેગાસ્થનીસ પાટલીપુત્રમાં રાખ્યો હતે. એ એલચીએ પાટલીપુત્ર વિષે, ચંદ્રગુપ્તના દરબાર વિષે, રાજતંત્ર વિષે, લશ્કરી બળ વિષે અને અન્યાન્ય બાબતો વિશે તથા ભારતને લગતી કેટલી ય હકીકતો વિષે નેધપોથી લખી રાખી હતી. એ નંધપોથી સળગ ને અકબંધ રહેવા પામી નહિ, પરંતુ કહે છે કે, તેના ટુકડાઓ પરથી હકીકતે. તારવી કાલાંતરે તરજુમા કરવામાં આવ્યા હતા. એ તરજુમા અને એવાં બીજાં તેની પુરવણી રૂપ સાધન પરથી તથા ચાણકયના અર્થશાસ્ત્ર પરથી તે સમયનું અવલોકન અનેક અર્વાચીન ઇતિહાસકારોએ પોતાના ગ્રંથોમાં કર્યું છે. જિજ્ઞાસુએ બહુ જ વિવેકપૂર્વક તેમાંથી સત્ય તારવી તે સમયના ઈતિહાસથી વધારે પરિચિત થઈ શકશે. અહિ તે હવે આ સમ્રાટની હકીકતને સમેટતાં ટુંકમાં એટલું જ કહેવાનું છે કે, ચંદ્રગુપ્ત પિતાના વારસપુત્રના માટે બધી ય રીતે વ્યવસ્થિત, સુખી, શાક્ત અને સમૃદ્ધ એવું વિશાલ મગધ સામ્રાજ્ય મુકી ગયા હતા. આ સામ્રાજ્ય પૂર્વ સમુદ્ર અને પશ્ચિમ સમુદ્રની વચ્ચે, હિમાલયથી દક્ષિણે અને વાયવ્યમાં ઠેઠ હિન્દુકુશના પહાડો સુધી વિસ્તરેલું હતું. ચંદ્રગુપ્ત અવન્તિ પર સુબા તરીકે કોને નામે હતો વિગેરે જાણવાનું સાધન નથી. (૧૩૫) ચન્દ્રગુપતના રાજ્યની શરૂઆતનાં ૧૨ વર્ષ સુધી, શ્રીભદ્રબાહુ નેપાળની તળેટીમાં સ્થાનનિમગ્ન હતા અને શ્રીરથૂલભદ્ર તે સમયે પ્રથમ સમુદ્રકિનારાના પ્રદેશમાં તથા પાછળથી શ્રીભદ્રબાહુ સાથે હતા, તેથી તે સમયે આ બન્ને યુગપ્રધાનોને સમાગમ ચન્દ્રગુપ્તને થયો હોય એ સંભવિત નથી. આ પછી શ્રીભદ્રબાહુ મ. નિ. ૧૬૮ થી ૧૭૦ સુધી હયાત હતા, પણ તે દરમિયાન તેઓ અને શ્રીરશૂલભક બને અવશિષ્ટ પૂર્વોના વાચને લેવા દેવામાં સતત ગુંથાયેલા હતા એટલે તેમનાથી સવિશેષ જાહેર પ્રવૃત્તિ ઘણી જ એછી થયેલી હોઈ તેઓ ચન્દ્રગુટેની મારફતે ધર્મા પ્રભાવના કરવા કરાવવામાં ઝાઝો સમય આપી શકયા નહિ જ હોય. શ્રી ભદ્રબાહુના મ. ન. ૦૭૦ વર્ષે રવર્ગસ્થ થયા બાદ શ્રીરથૂલભદ્ર ઉત્તરાલ વિગેરેમાં વિચરતા જણાયા છે તેથી તેમને ચન્દ્રગુપ્તની સાથે ઝાઝો પ્રસંગ પડ્યો ન પણ હોય. આવાં કારણથી ચન્દ્રગુપ્ત શ્ર.ભદ્રબાહુ અને રડ્યૂલભદ્રના સંસર્ગમા દાચ” આવ્યો હશે એમ હું સંભાવના તરીકે જ લખી રહ્યો છું. બાકી આ યુગપ્રધાનના સમયે નન્દોનું રાજ્ય હતું એમ જે કલ્પના કરવામાં આવે છે તે તો આવશ્યકણિ, હિમવંત થેરાવલી, વિગેરેના ઉખે જોતાં સર્વથા માત્મક છે. મ. નિ. ૧૪૬ વર્ષે શ્રીરથૂલભદ્રે દીક્ષા લીધી ત્યારે નવમે મહાપદ્મનન્દ રાજ્ય કરતો હતો. ૧૬ રાજાઓ નવની સંખ્યામાં થયા છે તેથી આ નવમે “મહાપદ્મ-મહાપદ્મ લે જ ન હતો. અને આ ઘેલા નનને ઉખેડી ચાય ચન્દ્રગુપ્તને પાટલીપુત્રને રાજા બનાવે છે એ તે નિઃશંક હકીકત છે. શ્રી હેમ ચન્દ્રસૂરિ કે દતકથાઓને ધ્યાનમાં લઈ ચન્દ્રગુપ્તને મ. નિ. ૧૫૫ વર્ષ લાવતા નથી, પણ તેમનાથી ૫૦૦ વર્ષ પૂર્વના ઉલ્લેખને અનુસરીને જ લાવે છે એ ભૂલવું જોઈએ નહિ.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy