SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ અવંતિનું આધિપત્ય. પ્રવૃત્તિ અને તેનું અર્થશાસ, એના જૈનત્વને બાધક માની તેને અજેન ઠરાવવા પ્રયત્ન થયા જ છે. એ પ્રયતન કરનારાઓને મર્યાદિત જૈનત્વનું અને અર્થશાસ્ત્રમાં આલેખેલી કેટલીક વૈદિક વિરોધિતાનું જ્ઞાન મેળવવા અવકાશ મળ્યો હોય એમ લાગતું નથી. ટામસાહેબ મેગાસ્થનીસના કથન પરથી ચંદ્રગુપ્તને વૈદિકના નહિ પરંતુ જૈન શ્રમણના ધર્મોપદેશને વીકારનાર કહી તેને જૈન તરીકે કહેનાર જેન ઉલેખેને પ્રાચીન અને નિઃશંક માને છે. ૩૧ મી. મીવિગેરે ઇતિહાસકારે પણ ચંદ્રગુપ્તને જૈન હેવાનું કહી રહ્યા છે. તેઓ જે રીતે ચંદ્રગુપ્તનું સવિશેષ જૈનવ આલેખે છે તે, જો કે વાંધા પડતું છે, પરંતુ ચંદ્રગુપ્ત જૈન હતો અને તેને જૈનવ તરફ લઈ જનાર ચાણક્ય પણ જૈન હતું, એ તે અટળ સત્ય છે. આમ ચંદ્રગુપ્ત શ્રદ્ધાળુ જૈન દેવા વિષે આગ્રહ છતાં, પાછળના દિગમ્બર સાહિત્યમાં ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહ પાસે ચંદ્રગુપ્તની દીક્ષા થઈ હોવાનો ઉલ્લેખ જે જોવામાં આવે છે તેની સાથે તે કઈ પણ રીતે સમ્મત થઈ શકાય તેમ નથી. પછી ભલેને, મી સ્મીય જેવા ઇતિહાસના આલેખક, એ વાતની સત્યતા વિષે પ્રથમ પિતાને વિશ્વાસ ન હોવાનું કહેતાં છતાં પાછળથી એની સત્યતાની છાપ પોતાના મન પર પડેલી જણાવે. કારણ કે, શ્રી ભદ્રગાહ પાસે ચંદ્રગુપ્તની દીક્ષા વિગેરેની હકીકત વેતાંબર જૈનાના સાહિત્ય સાથે સંગત કે અવિરૂદ્ધ નથી. હિમવંત થેરાવલીકાર૩ર અને શ્રી મેરૂતુંગસૂરિના ૩૩ કથન પ્રમાણે, શ્રી ભદ્રબાહુનું મગધમાંથી કલિગમાં જઈ “શત્રુંજયાવતાર” તરીકે ઓળખાતા કમરગિરિ પર અનશન કરવું, એ ઘટી શકે છે, પરંતુ ઉજજયિનીમાં ચંદ્રગુપ્તને સ્વદર્શન, તેના જૈન દીક્ષા, તેને ભદ્રબાહુની સાથે દક્ષિણમાં શ્રવણબેલગેલ તરફ વિહાર અને ત્યાં જઈ તેમણે આદરેલાં અનશન વિગેરે હકીકત કેઈ પણ રીતે ઘટી શકે તેમ નથી. જનસાધુઓ ઉત્તર ભારતના અગ્નિકેણુમાં કલિંગ સુધી તે પહેલાંથી જ વિચરતા જણાય છે. પરંતુ સંપ્રતિના સમય પહેલાં, દિગમ્બર સાહિત્ય કહે છે તેમ, દક્ષિણના શ્રવણબેલગોલ સુધી વિચર્યા હેય એ વાત સર્વથા નહિ માનવા જેવી હોઈ બ્રાન્તિથી ઉપજેલી જણાય છે. આ સમય પછી ત્રણ વર્ષ વીત્યા બાદ થયેલા કોઈ અન્ય ભદ્રબાહુની હકીકત (૧૩૧) જીવે તેમનું જૈનિઝમ ઍફ ધી અલ લાઇફ ઍફ અશોક' પૃ. ૨૩ (१३२) थेरेणं अज्जमबाहु वि चरमचउद्दसविणो सगडालपुत्तं अज्जथूलभदं जियः पए ठावरत्ता वीराओणं सयाहियसत्तरिवासेसु विइकतेसु पक्खेणं भत्तेणं अपाणपणं कुमार गिरिम्मि कलिंगे परिमं ठिओ सग्गं पत्तो।" હિમ૦ થેરા, પૃ. ૨ ( મુદ્રિત ) (સ્થવિર આર્યભદ્રબાહુ પણ અંતિમ ચૌદપૂર્વી શકટાલપુત્ર આયરથુલભદ્રને પિતાના પદ પર સ્થાપન કરી, વીર (નિર્વાણુ)થી ૧૦૦ વર્ષ વીતતાં પાણી વગરના એક પક્ષના અનશનપૂર્વક પ્રતિમા (પાન) ધારી બનીને કલિ દેશના કુમારગિરિ પર સ્વર્ગસ્થ થયા. (૧૩) જીવો શ્રીમેd'ગરિનો અંચલગચ્છીય બહત્પદાવલી.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy