SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. રાજ્યારંભ મ. નિ. ૨૬ વર્ષે અને રાજ્યાંત મ. નિ. ૩૦૦ કે ૩૦૫ વર્ષે આવે છે. ૧૦૯ અને તે પછી તેને પૌત્ર સંપતિના રાજ્યની શરૂઆત થાય છે. મ. નિ. ૨૬૧ વર્ષે સ્વર્ગસ્થ થનાર આર્યમહાગિરિનું જ નહિ, પરંતુ મ. નિ. ૨૯૧ વર્ષે વર્ગસ્થ થનાર આર્ય સુહસ્તિનું પણ આ સમયે અસ્તિત્વ નથી, આવી સ્થિતિમાં સંપ્રતિ રાજાને આર્ય સુહસ્તિના દર્શનથી જાતિમરણ, તેમના ઉપદેશથી ધર્મપ્રાપ્તિ, ઔદરિક મૃત્યુના સ્મણથી જાગેલી દાનપ્રવૃત્તિ અને એ દાનપ્રવૃત્તિથી પાયલો સત્રશાળાઓ વિગેરેમાંથી લેવાયેલા આહારાદિના કારણે આર્યમહાગિરિજીની આયંસુહસ્તિ સાથે અસગિતા, આ બધી જ સાહિત્યની બહુ વિશ્વસનીય-પ્રાચીન અને તેના આધારે લખાયેલી પાછલા મધ્ય જમાનાની અર્વાચીન ને અસંગત થઈ પડે છે. આ સુહસ્તિના ઉપદેશથી સંખ્યાબંધ-નવાં ચે બંધાવનાર, પ્રતિમાઓ ભરાવનાર, જીર્ણોદ્ધાર કરાવનાર અને અનાર્ય ભૂમિમાં નકલી સાધુઓને એકલી તે ભૂમિને સુવિહિત સાધુઓને વિહાર કરવા યોગ્ય બનાવનાર મહારાજા સંપ્રતિ આર્ય સુહસ્તિના સમાગમમાં વિશેષ કાલ પર્યન્ત રહેલે હવે જોઈએ, એ નિઃશંક લાગતી હકીકત આર્ય સુહસ્તિના સ્વર્ગવાસ પછી ૯ થી ૧૪ વર્ષ સુધીના સમય બ દ સંપ્રતિનું રાજયારોહણ મનાતાં અસત્ય થઈ પડે છે. આ સર્વ આપત્તિઓથી આવી પડતી મુશ્કેલીને ટાળવા સંપ્રતિનો રાજ્યારંભ, મોડામાં મોડા મ. નિ. ૨૬૧ વર્ષે મનાતા આર્યમહાગિરિના સ્વર્ગવાસથી કેટલાંક વર્ષો પહેલાં માનવાની આપણને ફરજ પડે છે, અને તેમાં આપણને “મૌર્ય સામ્રાજ્ય મ. નિ. ૧૫૫ વર્ષે શરૂ થયું’ એવી માન્યતાવાળા એક પ્રાચીન સંપ્રદાયનો ટેકે છે, કે જે સંપ્રદાયને હિમવંતશેરાવાલીકાર, ભદ્રેશ્વરસૂરિ, હેમચંદ્રસૂરિ વિગેરે અનુસર્યા છે. મ. નિ. ૧૫૫ વર્ષે મૌયરાજ્યની શરૂઆત માનતાં હિમવંતભેરાવલી આદિ ગમે તેની ગણનાએ સંપ્રતિને રાજ્યારંભ મ. નિ. ૨૪૦થી ૨૪૫ વચ્ચે આવે.૧° હિમવંતર્થરાવલી સંપ્રતિને રાજવકાલ મ. નિ. ૨૪૪-૨૯૩ એમ ૪૯ વર્ષ લખે છે. બીજી તરફ જનસાહિત્ય આર્ય સુહસ્તિસૂરિના યુગપ્રધાનત્ત્વની શરૂઆત મ. નિ. ૨૪પ વર્ષે માની તેને અંત તેથી ૪૬ વર્ષે એટલે મ. નિ. ૨૯૧ વર્ષે માને છે. આર્યમહાગિરિ પણ જિનકપની તુલના કરતા કેટલાક સમય આર્ય સુહસ્તિ સાથે રહ્યા હતા, અને એ સમય ૧૬ વર્ષ જેટલો એટલે મ. નિ. ૨૬૧ સુધી હતો. આવી સ્થિતિમાં આર્ય સુહસ્તિ અને આર્યમહાગિરિના સમયમાં સંપ્રતિવિષયક જે ઘટનાઓ જેનસાહિત્યમાં નેધાઈ છે, અને મ. નિ. ૨૧૫ વર્ષે મૌર્ય રાજ્યારંભ માનતાં જે અસંગત (૧૯) નન્દરાાંત મ. નિ. ૨૧૫ વર્ષે તે પછી ચન્દ્રગુપ્ત ૨૪ બિન્દુસાર ૨૫, (બૌદ્ધ ૨૮, એમ ૨૧૫+૨૪+૨૫ (૨૮)=૨૬૪ (૨૬૭) વર્ષે અશોકને રાજ્યારંભ. શેઠનું રાજય ૩૬ વર્ષ (વધારેમાં વધારે ૪૧), એમ ૨૬૪+૩૬ (૧૧)=૩૦૦ (૩૫) વર્ષે અશોકને રાજ્યતિ આવે. (૧૧૦) ઉપર જણાવ્યા મુજબ સંપ્રતિને રાજ્યારંભ જે મ. નિ. ૩૦૦ થી ૩૦૫ વર્ષ વચ્ચે આવતો હતો. તે ચાલુ સંપ્રદાય માં ૬૦ વર્ષ વધારે ગણાયાં છે. તે બાદ કરતાં ૩૦૦ થી ૩૦૫-૦=૨૪૦ થી ૨૪૫ આવે.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy