________________
(૭)
લક્ષીને જોતિષ ગ્રન્થો લખાયા છે. તેને કેન્દ્રમાં રાખીને પ્રચાર વિગેરેનાં ગણિતની રચના થઈ છે. આથી જ જુદાં જુદાં શાસ્ત્રીય પંચાંગ તેનીજ મૂખ્યતા રાખી બહાર પડે છે. જુદા જુદા પ્રાંતમાં તે તે પ્રાંતની અતિપ્રતિષ્ઠિત વ્યક્તિની યાદગિરિ નિમિત્ત જુદા જુદા સંવતો ભલે પ્રવર્તતા હોય પણ દેશ ભરમાં વ્યાપક સંવત તો આ બે જ છે.
ઇસ્વીસન એ પશ્ચિમાત્ય કાળ ગણના છે. આને ઉપયોગ ભારતમાં બ્રિટીશરોના રાજ્ય કાળ દરમિયાન થયો છે. છતાં પણ તેનો ઉપયોગ આજે ખુબજ વ્યાપક છે. કેમકે રાજ્ય વ્યવહારમાં, દુનીપાદારીમાં અને તેમના કાળ દરમિયાન પ્રકટ થયેલ પુસ્તકમાં તે સંવતને જ મુખ્ય રાખવામાં આવ્યો છે. આજે બ્રિટીશરો ગયા છતાં પણ તેમને સંવત શેષનાગની ખીલીની પેઠે સ્થિર કરી મુક્તા ગયા છે.
કોઈપણ દેશના વર્તમાનના ઘડતર માટે તે દેશને ઇતિહાસ ખૂબ આવશ્યક હોય છે. કેમકે તેના પુરેપુરા ખ્યાલથી જ ઘડતર આરંભાયું હોય તે તેમાં સફળતા મળે છે. નહિતર કરેલા ભગીરથ પ્રયત્નો પણ નિષ્ફળ જતાં વાર લાગતી નથી. આ ઈતિહાસ કયે રાજ કયારે જો અને કયારે મર્યો તેમાં ઈતિપૂર્ણ થતો નથી પણ પ્રજાના જુદા જુદા સંસ્કારોનું ઉત્થાન અને વિલય કઈ રીતે અને ક્યા સંજોગોમાં બન્યાં તે જણાવનાર ઈતિહાસ છે. રાજા વિગેરેનાં સૂચનો તે તેનો ખ્યાલ માટેનાં ચિન્હો છે. આ ઈતિહાસનું એકમ યા વર્તુળ તે કાળગણના છે. કેમકે તેના સિવાય તેનું ચેકસ અંતર જાણી શકાય નહિ. ભારતના પ્રસિદ્ધ સંવતે વિક્રમ સંવત અને શકસંવત કોણે પ્રવર્તાવ્યા અને કયારે પ્રવર્યા તેનો નિર્ણય જૈન ગ્રંથા. જૈન સ્થાપત્ય અને બીજી વિવિધ જૈન સામગ્રીથી સ્પષ્ટ કરી શકાય છે તેવી બીજી કઈ સામગ્રી ભારત ભરમાં નથી.
જૈન શાસ્ત્રોમાં કાળગણના માટે બે પદ્ધતિઓ મલે છે. એક પદ્ધતિ અવન્તિના–ઉજજયિનીના આધિપત્ય કાલથી ગણાતી અને બીજી જૈન યુગપ્રધાનત્વ કાલથી ગણાતી. આ બન્ને પદ્ધતિઓને જણાવનારી ગાથાઓ મહાવીર નિર્વાણના સમયને કેન્દ્રમાં રાખીને શરૂ થાય છે, જે રાત્રિએ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા તે જ રાત્રિએ ઉજજયિનીને રાજા ચંડપ્રદ્યોત મૃત્યુ પામ્યા અને તેના સ્થાને તેના પુત્ર પાલકને અભિષેક થયો. આ બને હકીકત એકજ સમયે બનેલ હોવાથી ઉજજયિનીના અધિપતિ રાયકર્તાઓને લક્ષ્યમાં રાખીને પાલકના રાજ્યારંભથી માંડી ઉજજયિનીમાં શક રાજાની ઉત્પત્તિ સુધીમાં મહાવીર નિર્વાણનાં ૬૦૫ વર્ષ થયાં હતાં, તેમ એક કાલગણના પદ્ધતિ જણાવે છે; જયારે બીજી કાલ ગણના પદ્ધતિ જૈન યુગપ્રધાનત્વ કાલનેજ સ્પર્શ કરતી ઉજજયિનીમાં વિક્રમાદિત્યના રાજ્યારંભન કે શકરાજાની ઉત્પત્તિને કાલ જણાવતી નથી, તે પણ તે પરથી તે તે યુગપ્રધાનોના યુગપ્રધાનકાલમાં વિદ્યમાન ઉજજયિનીના અમુક અધિપતિઓને સમયનિર્ણય નક્કી થતાં તે એવા અનુમાન પર લઈ જાય છે કે મહાવીર નિર્વાણથી ૬૦૫ વર્ષ ઉજજયિનીમાં શક રાજા ઉત્પન્ન થયે હતા. આમ શક રાજાની ઉત્પત્તિ મહાવીર નિર્વાણથી કેટલા વર્ષે થઈ એમાં મનભેદ નથી મતભેદ ત્યાં પડે છે કે, મહાવીર નિર્વાણથી ૬૦૫ વર્ષે શક સંવતની ઉત્પત્તિ થઈ એમ જે ચાલુ જેને સંપ્રદાય કહી રહ્યો છે. ગ્રન્થકારે આ મતભેદની સામે બહુ જ આદર પૂર્વક પરંતુ પુરતી દલીલથી સાબીત કરી બતાવ્યું છે કે, શક સંવતની શરૂઆત મ. મિ. થી ૬૦૫ વર્ષે નહિ, પણ ૫૪૫ વર્ષે થઈ હતી. આ વખતે ઉજજયિનીમાં આ% રાજ્ય શરૂ થયું હતું કે જે ત્યાં ૬૦ વર્ષ ચાલી શક રાજાની ઉત્પત્તિ થતાં નષ્ટ પામ્યું હતું ગ્રન્થકારે આવી રીતે શક સંવતને શક રાજાની ઉત્પત્તિથી ૬૦ વર્ષ પૂર્વે લઈ જઈ, વિક્રમ સંવતને પણ ચાલુ માન્યતાએ સ્વીકારેલા સમય કરતાં ૬૦ વર્ષ પૂર્વે લઈ જવાના સંપ્રદાયનું સમર્થન કર્યું છે.