________________
४८१
પB: : तस्मै भैम्याऽऽख्यदर्हन्तं, सर्वशं त्रिजगद्गुरुम् । पूजयन्त्यहमस्म्यत्र, श्वापदेभ्यो बिभेमि न ॥२३८॥ स्वरूपमर्हतो धर्ममार्हतं च दयापरम् । सार्थवाहाय साऽऽचख्यौ, स च तं प्रत्यपद्यत ॥२३९।। निजधर्मं विरागेण तं धर्मं तापसा अपि । प्रत्यपद्यन्त को रत्नलाभे काचं न हि त्यजेत् ? ॥२४०॥ सार्थवाहः पुरं तत्र, तापसानां प्रबोधतः । आख्यया तापसपुरमिति ख्यातं विनिर्ममौ ॥२४१॥ कृतार्थीकर्तुमर्थं स्वं, स सार्थेशः समर्थधीः । अर्हतः शान्तिनाथस्य, तत्र चैत्यमचीकरत् ॥२४२॥
તે બોલી કે સર્વજ્ઞ અને ત્રણજગતના ગુરુ શ્રીજિનેશ્વર ભગવંતની હું પૂજા કરું છું. એટલે કોઈ વ્યાપદોથી પણ મને અહીં ભય નથી.” (૨૩૮).
પછી જિનેશ્વરનું સ્વરૂપ અને દયાપ્રધાન આઉતધર્મ તેણે સાર્થવાહને બરાબર સમજાવ્યો એટલે તેણે તેનો સ્વીકાર કર્યો. (૨૩૯)
તે વખતે પોતાના ધર્મઉપર અરૂચિ થતાં તાપસીએ પણ જિન ધર્મ અંગીકાર કર્યો. કારણ કે, “રત્નનો લાભ થતાં કાચનો ત્યાગ કોણ ન કરે ? (૨૪૦)
પછી તાપસોના કહેવાથી સાર્થવાહે ત્યાં એક તાપસપુર નામે નગર વસાવ્યું. (૨૪૧)
અને પાતાના દ્રવ્યને કૃતાર્થ કરવા તેણે ત્યાં શાંતિનાથ ભગવંતનું ચૈત્ય કરાવ્યું. (૨૪૨)