________________
८९२
श्री मल्लिनाथ चरित्र गत्वा वातायनं वेगात्, कुमार्याः कृत्रिमो हयः । उत्ततार चिरं भ्रान्तिश्रान्ताङ्ग इव तत्क्षणम् ॥४८५।। तत्राऽधिरोह्यतां पत्नी, नवोढामिव हर्षितः । वारांनिधेर्महादुर्गमन्तरीपमवाप सः ॥४८६।। यस्यान्ते रेजिरे नीलास्तमालवनराशयः । अवतीर्णा इवाम्भांसि, पातुमम्भोदराजयः ॥४८७।। विभान्ति यत्र शीतांशुशुभ्रा डिण्डीरराशयः । हास्योद्गारा इवाम्भोधेः, स्रवन्तीनां समागमे ॥४८८॥ अर्थोत्तीर्य महीपालपुत्रः सुष्वाप निर्भयः । मृदुपल्लवपल्यङ्के, मनसीव मनोभवः ॥४८९।।
અને પોતાની નવોઢાની જેમ તે રાજકુમારીને અશ્વ ઉપર પોતાની આગળ બેસાડી તે રાજકુમાર સમુદ્રરૂપ કિલ્લાવાળા કોઈ બેટમાં આવ્યો. (૪૮૬)
રાજકુંવરી સહ અશ્વારુઢ બને.
અતિસુંદર બેટઉપર ઉતરે. એ બેટમાં નીલ તમાલના વૃક્ષો જાણે સાગરનું જળપાન કરવા મેઘ ઉતર્યો હોય તેવા શોભી રહ્યા હતાં (૪૮૭)
અને ચંદ્રમા સમાન ફીણની રાશિઓ નદીઓના સમાગમમાં જાણે સમુદ્રના હાસ્યોદ્ગાર હોય તેવી શોભતી હતી. (૪૮૮).
ત્યાં ઉતરીને નિર્ભય રાજપુત્ર મનમાં કામદેવ જેમ આરામ લે તેમ પલ્લવોની શય્યા બનાવી સૂવે અને થાકેલો હોવાથી તરત જ તેને નિદ્રા આવી ગઈ. (૪૮૯)
તે વખતે પોતાના સ્વામીને સુધાથી ક્ષીણ થયેલા જાણી મોદક