________________
श्री मल्लिनाथ चरित्र
८७२
देवाहं लोहकारस्य पत्नी सौभाग्यकन्दली । पूर्णकुम्भद्वयाऽत्राऽऽगां, भारभुग्नशिरोधरा ॥ ३८७|| યં થત: પત્ની, નાના નમન્નરી । रिक्तकुम्भद्वया देव !, समागान् मम संसुखं ॥ ३८८|| रिक्तकुम्भद्वयादेव, मोच्यो मार्गोऽनया मम । एकं कारणमेवेदमपरं च निशम्यताम् ॥३८९॥
यावन्मात्रं हि पत्युर्मे, विज्ञानं जगतीतले । तादृग् न कस्यचिद् नूनं विद्यते वाग्मिनां वर ! ॥ ३९०॥
कौतुकाऽऽक्षिप्तचेतस्कः, कुमारः प्राह किं तव । પત્યુ: સમસ્તિ વિજ્ઞાનં, સર્વોપ્રમોત્ ? ।।૨૬શા
હે દેવ ! સૌભાગ્યના કંદરૂપ હું લોહકાર (લુહાર)ની સ્ત્રી છું. બંને કુંભ પૂર્ણ ભરીને માથે ઉપાડવાથી તેના ભારથી મારી ડોક વાંકી વળી ગયેલી છે એવી હું અહીં સુધી આવી છું. (૩૮૭)
આ રથકારની કનકમંજરી નામે પત્ની છે અને તે બંને કુંભ ખાલી લઈ મારી સામે ચાલી આવે છે એટલે એના કુંભ ખાલી હોવાથી એણે મને માર્ગ આપવો જોઈએ. અને જુઓ એક આ કારણ છે. અને બીજુ કારણ એ છે કે, (૩૮૮-૩૮૯)
“હે કુશળ રાજેન્દ્ર ! આ પૃથ્વીતલ ઉપર મારા પતિમાં વિજ્ઞાન છે, તેટલું વિજ્ઞાન બીજા કોઈમાં નહિ હોય. (૩૯૦)
તેથી પણ એણે મને માર્ગ આપવો જોઈએ. આ પ્રમાણે સાંભળીને મનમાં કૌતુક ઉત્પન્ન થવાથી કુમારે તેને પૂછ્યું કે, “સર્વ લોકોને આનંદ દેનાર તારા પતિમાં કેવું વિજ્ઞાન છે ?” (૩૯૧)