________________
८५९
शठान् वण्ठानि ज्ञात्वा, जजल्पुर्मुनिपुङ्गवाः । दीक्षायामधिकारोऽस्ति, गुरोरस्मादृशां नहि ॥३२६।। क्वाऽऽस्ते गुरुस्तदापृष्टः, कृतवक्रौष्ठिकैश्च तैः । इत्यचिन्त्यत निर्ग्रन्थैघृष्यतां कलिना कलिः ॥३२७।। दर्शितः सस्मितं पाणिसंज्ञया मुनिपुङ्गवः । नत्वा सूरि ततस्तद्वत्, सुहृद्वर्गोऽप्यवोचत ॥३२८।। मया सह कथं मूर्खा, एते हास्यं वितन्वते । तत्फलं दर्शयिष्यामि, केशलुञ्चनकैतवात् ॥३२९॥ ક્ષમાશ્રમણપૂર્વક તેમણે મુનિઓને વંદન કર્યું. (૩૨૫)
અને કહ્યું કે, “હે પૂજયો ! આ અમારો મિત્ર બાલ્યકાળથી જે વિરાગી છે. અત્યારે તે દીક્ષા લેવા ઉત્સુક છે. માટે એના મનોરથ પૂર્ણ કરો.” (૩૨૬).
એટલે તેમને શઠ અને મશ્કરા માની મુનિઓ બોલ્યા કે, “દીક્ષા આપવાનો અધિકાર અમારા ગુરુમહારાજનો છે. અમારા જેવા શિષ્યોનો નથી. તેથી અમારાથી દીક્ષા આપી ન શકાય.” (૩૨૭)
એટલે તેમણે ફરી હાસ્યપૂર્વક પૂછ્યું કે, “તમારા ગુરુ ક્યાં છે.” એટલે મુનિઓએ “કલહની સાથે કલહ ભલે ઘસાય.” (૩ર૮)
એમ વિચારીને હાથની સંજ્ઞાથી દૂર બેઠેલા પોતાના ગુરુને બતાવ્યા. બધા યુવકો તરત જ ત્યાં ગયા અને આચાર્યને નમન કરી નવપરણિત યુવકના મિત્રોએ પૂર્વપ્રમાણે આચાર્યને કહ્યું, (૩૨૯)
૨. હારિત્યર્થ: I