________________
८५३
મઝમ: :
अथ भावयतस्तस्य, वारं वारं पदत्रयीम् । उल्लेख ईदृशो जज्ञे, दुष्टस्याऽपि शुभोदयात् ॥२९७।। क्रोधादीनां कषायाणां, कुर्यादुपशमं सुधीः । तैरहं हहहा !! क्रान्तः, कुष्ठीव कृमिजालकैः ॥२९८॥ 'श्रद्धामुकुष्टजं कुर्वन्, पथ्यं सन्तोषचूर्णितम् । चिकित्साम्यद्य तान् सर्वान्, शमभेषजयोगतः ॥२९९।। धर्मरोहणमाणिक्यं, लग्नकं शिवसम्पदः । कार्मणं कीर्तिकान्ताया, आवालं ज्ञानशाखिनः ॥३००॥
આ પ્રમાણે કહી મહાસત્ત્વશાળી અને ભવ્યજીવોને પ્રતિબોધ પમાડવામાં કુશળ તે ચારણમુનિ આકાશગામિની વિદ્યાના બળથી આકાશમાં ઉડી ગયા. (૨૯૭)
ત્રિપદી વિચારી કરે આત્મજાગરણ.
ઉપસર્ગ સહી પામે સમાધિમરણ. અહીં મુનિની કહેલ પદત્રયીનું વારંવાર ધ્યાન કરતાં પોતે દુષ્ટ છતાં શુભકર્મના ઉદયથી આવા પ્રકારની ભાવના જાગી કે, (૨૯૮)
સજ્જન-સમજુએ ક્રોધાદિ કષાયોનો ઉપશમ કરવો જોઈએ. પણ અહો ! કૃમિઓથી કોઢીની જેમ હું તો તે કષાયોથી વ્યાપ્ત છું. ભરેલો છું. (૨૯૯)
માટે સંતોષરૂપ ચૂર્ણ સહિત શ્રદ્ધારૂપ મગના પાણીને પથ્યપણે સ્વીકારી શમરૂપ ઔષધના યોગે કષાયોરૂપ વ્યાધિની આજે હું ચિકિત્સા કરૂં.” (૩૦૦) १. श्रद्धारूपां मौद्गीमेव पथ्यं कुर्वन्नित्यान्तरम् ।