________________
અઠ્ઠમ: સ
न जलं न फलं क्वाऽपि ददृशुर्धननन्दनाः । पशूंश्च प्रत्युत हिस्रांश्चौरेशप्रेरितानिव ॥२८७॥ पुत्रिकामरणं वित्तनाशो दुःखसमागमः । विचिन्त्येति धनो दैवमुपालभत भूरिशः ॥ २८८ ॥ दैवमेवापदां कर्तृ, हर्तृ सुप्राप्तसम्पदाम् । विधातृ शुभबुद्धीनां, दातृ निन्द्यधियामपि ॥ २८९॥ इत्थं ध्यायन् धनः श्रेष्ठी, प्राप राजगृहं पुरम् । सुंसुमायाश्चकाराऽऽशु, प्रेतकार्यं यथाविधि ॥ २९०॥
अथ वैराग्यमापन्नः श्रीवीरस्वामिसन्निधौ । व्रतं प्राप तपस्तप्त्वा धनर्षिस्त्रिदिवं ययौ ॥ २९९ ॥ ॥२९१॥
८५१
એટલે શેઠના શોકથી અત્યંત ખેદ પામેલા સ્વજનોની જેમ નીકળતા પુષ્પરજના મિષથી વૃક્ષો પણ આંસુ પાડવા લાગ્યા. (૨૮૭)
તે સમયે જળ કે ફળ તો દૂર રહ્યા પણ ધનશેઠના પુત્રોએ ઉલટા જાણે પલ્લિપતિએ પ્રેર્યા હોય તેમ સિંહાદિ પશુઓ જોયા. (૨૮૮)
તે સમયે ધનનોનાશ, પુત્રીનું મરણ, અસહ્યદુઃખના આગમનને વાંરવાર ચિંતવતો ધન શેઠ દૈવને ઠપકો દેવા લાગ્યો. (૨૮૯)
ફરી તેણે વિચાર કર્યો કે, “આપત્તિને આપનાર અને સંપત્તિને હરનાર દૈવ જ છે. વળી સન્મતિ કે દુર્મતિ ને પણ તે જ આપનાર છે.” (૨૯૦)
આ પ્રમાણે વિચાર કરતો ધનશેઠ મહામુશ્કેલીએ રાજગૃહ નગરે પહોંચ્યો. અને ત્યાં સુંસુમાનું તેણે યથાવિધિ પ્રેતકાર્ય કર્યું. (૨૯૧)