________________
ગષ્ટ : સા: इत्यादिस्वामिवाक्यानि, श्रावं श्रावं महीपतिः । विरक्तो भवपाशेभ्यो, राज्ये पुत्रं निवेश्य च ॥२४०॥ त्रिशतीप्रमितै राज्ञः, पुत्रैर्वैराग्यरङ्गितैः । साकं श्रीमल्लिनाथान्ते, श्रमणोऽजायतोच्चक्रैः ॥२४१॥ युग्मम् इतश्च कश्चिदागत्य, द्विजः प्रकृतिमानभृत् । स्तम्भ इव स्थिरोऽतिष्ठत्, श्रीमल्लिस्वामिनः पुरः ॥२४२॥ उवाच जगतां नाथो, मा मानं कुरु मानव !। अयं वन्द्योऽप्ययं निन्द्य, इति चेतसि मा कृथाः ॥२४३॥ पुराऽपि मानमाहात्म्याद्, यज्ञदत्ताभिधो द्विजः । निन्दनीयकुले जातो, विजातः कर्मबन्धने ॥२४४॥
એ પ્રમાણે ભગવંતની દેશના સાંભળી રાજા ભવપાશથી વિરક્ત થયો અને પોતાના પુત્રને રાજયપર બેસાડી (૨૪૦).
વૈરાગ્યથી રંગિત થયેલા ત્રણસો રાજપુત્રો સાથે શ્રી મલ્લિનાથ ભગવંત પાસે તેણે દીક્ષા અંગીકાર કરી. (૨૪૧).
એક દિવસ સ્વભાવથી અભિમાની કોઈ બ્રાહ્મણ ભગવંત પાસે આવી થાંભલાની જેમ સ્થિર ઊભો રહ્યો. (૨૪૨).
એટલે ભગવંત બોલ્યા કે, “હે માનવ ! તું માન ન કર. આ વંદનીય છતાં નિંદનીય છે એમ મનમાં ન લાવ. (૨૪૩)
પૂર્વે પણ માનના માહાભ્યથી યજ્ઞદત્ત નામે બ્રાહ્મણ અશુભ કર્મબંધ કરી નિંદનીયકુળમાં જન્મ પામ્યો હતો તેની કથા સાંભળ(૨૪૪)
કરે પ્રતિજ્ઞા જિનશાસનનિંદક વિપ. વાદમાં હારતાં ચારિત્ર લીએ ક્ષિપ્ર.