________________
૮૦૦
श्री मल्लिनाथ चरित्र ततो लोहं गृहीत्वा ते, गच्छन्तः पुनरग्रतः । त्रपुकाकरमालोक्य, मुक्त्वाऽयो जगृहुस्त्रपु ॥४२॥ तानुद्वीक्ष्य महामोहादेको लोहं न मुञ्चति । सीसपत्रं ततस्तानं, रूप्यं स्वर्णं महाद्युति ॥४३॥ दृष्ट्वा विमुच्य पूर्वाप्तं, वणिजो मुदिताशयाः । लोभवन्तः स्म गृह्णन्तस्ते मणीननणीयसः ॥४४॥ एकस्तु भण्यमानोऽपि, तैर्वणिग्भिः पदे पदे । तन्मोहं नैव तत्याज, महामोहमिवापरम् ॥४५॥ ततः सर्वे समायाताः, स्वेषु स्वेषु गृहेषु ते । मणिविक्रयमाहात्म्याद्, बभूवुर्धनदा इव ॥४६॥ સીસાની ખાણ આવી એટલે લોઢું મૂકીને સીસું ગ્રહણ કર્યું. (૪૨)
પણ તેમાનાં એક વાણિયાએ મહામોહથી લોઢાનો ત્યાગ કર્યો નહી. પછી આગળ ચાલતાં તાંબાની, રૂપાની, સુવર્ણની તથા મણિની ખાણો આવી. (૪૩)
તે જોઈ મનમાં આનંદ પામેલા તેઓએ પૂર્વ-પૂર્વની વસ્તુ છોડી. છેવટે મહાકિંમતી મણીઓને લેવા લાગ્યા (૪૪)
પરંતુ તે વણિકોએ વારંવાર કહેવા છતાં પેલા એક વાણિયાએ જાણે ઈતર (બીજો) મહામોહ હોય તેમ પ્રથમના લોહનો ત્યાગ ન જ કર્યો. (૪૫)
પછી તે સર્વે પોતપોતાના ઘરે આવ્યા અને મણિઓના વેચાણથી બધા વણિકો કુબેરભંડારી જેવા શ્રીમંત બની ગયા. (૪૬)
તેમને તેવા શ્રીમંત જોઈ જાણે રાજરોગ ઉત્પન્ન થયેલો હોય