________________
७७५
સ: સ: मरौ गतां राजहंसीमिवेमां वीक्ष्य दुःखितः । पुत्रिके ! भव विश्वस्ता, जल्पन् रसवती ययौ ॥१०९०॥ दैवाद् भोज्यं विशिष्टं नो, वीक्षमाणो धनावहः । एतस्याः सूर्पकोणस्थान्, कुल्माषान् स समार्पयत् ॥१०९१॥ अमून् भुक्ष्व सुते ! तावद्, यावत् कर्मारमानये । भवन्निगडविच्छेदे, गदित्वेत्यऽगमद् धनी ॥१०९२।। ऊर्ध्वस्था चन्दना चित्ते, चिन्तयन्तीत्यऽखिद्यत । मम राजकुले जन्म, क्वेदं चेटीत्वचेष्टितम् ? ॥१०९३॥
ચંદનાની દયનીયદશાનું દર્શન. પછી મારવાડમાં ગયેલી રાજહંસીની જેમ તેને જોઈ દુ:ખી થયેલા શેઠે કહ્યું કે, “હે વત્સ ! તું શાંત થા.” હું તારા માટે ખાવાનું લાવું છું. (૧૦૯૦)
એમ કહી તે રસોડામાં ગયો. ત્યાં દેવયોગે કાંઈપણ અવશિષ્ટભોજન (વધેલું ભોજન) તેના જોવામાં આવ્યું નહિ એટલે તેણે થોડા અડદ પડ્યા હતા તે લઈ સુપડાના ખૂણામાં તેને આપ્યા (૧૦૯૧)
અને કહ્યું કે, “હે વત્સ ! તારી બેડી તોડવાનો માટે હું લુહારને તેડી આવું ત્યાં સુધી તું આ અડદનું ભક્ષણ કર.” આમ કહી શેઠ લુહારને તેડવા ગયા. (૧૮૯૨)
અહીં ચંદના ઉભી ઉભી મનમાં ખેદ પામી સતી વિચારવા લાગી કે, “અહો ! રાજકુળમાં મારો જન્મ ક્યાં ? અને આ દાસીપણાનું ચેષ્ટિત ક્યાં ? (૧૮૯૩).