________________
७४०
श्री मल्लिनाथ चरित्र अस्या अपहतिं ज्ञात्वा, निधेरिव धराधवः । मूलच्छिन्नांहिप इव, पपात पृथिवीतले ॥९२४॥ चन्दनद्रवनिष्यन्दितालवृन्तमहानिलैः । चिरं कृतप्रतीकारो, मरूच्छाविच्छेदमाप सः ॥९२५।। હા! પ્રિયે ! હાળેિ ! રાશરાફુવનાનવે ! | कुतोऽस्मान् त्वमनापृच्छय, गताऽसि मृगलोचने ! ॥९२६॥ त्वां विना नगरं देवि !, शून्यमेतद् विलोक्यते । त्वदनु प्रस्थिताः प्राणाः, शून्यमस्थात् कलेवरम् ॥९२७।। एवं दुःखपरे राज्ञि, चतुर्थे दिवसे दिवः । जटाजूटधरो मन्त्रसिद्धः कश्चिदुपागतः ॥९२८।।
અપૂર્વ નિધાનના હરણની જેમ રાણીનું અપહરણ સાંભળી રાજા મૂળથી છેદાયેલા વૃક્ષની જેમ ધરણીતલપર પડી ગયો. (૯૨૪)
ચંદનદ્રવયુક્ત પંખાના પવનથી બહુવાર પ્રતિકાર કરતાં તે સાવધાન થયો. (૯૨૫)
એટલે વિલાપ કરવા લાગ્યો કે, “હે પૂર્ણ ચંદ્રમુખી ! હે પ્રિય! હે મૃગલોચને ! તું મને કહ્યાવિના ક્યાં ચાલી ગઈ? (૯૨૬)
હે દેવિ ! તારા વિના આ નગર બધું મને શૂન્ય દેખાય છે. મારા પ્રાણ તો તારી પાછળ જ ગયા છે. અહીં તો માત્ર મારૂં શૂન્ય કલેવર જ રહેલું છે.” (૯૨૭)
આ પ્રમાણે રાજા શોકસાગરમાં નિમગ્ન હતો. એવામાં ચોથા દિવસે એક મંત્રસિદ્ધ જટાધર આકાશમાર્ગે ત્યાં ઉતરી આવ્યો (૯૨૮)