________________
७१८
अथ मल्लिः प्रभुः प्राह, शिक्षाव्रतचतुष्टयीम् । तत्र सामायिकं देशावकाशिकं च पौषधम् ॥८१९॥
श्री मल्लिनाथ चरित्र
अतिथेः संविभागश्च, शिक्षाव्रतचतुष्टयीम् । यः पालयति पुण्यात्मा, तस्य सिद्धिरसंशयम् ॥८२०|| अङ्गिनां समभावो यः, सर्वभूतेषु भावतः । प्राहुः सामायिकं तज्ज्ञास्तत् शिक्षापदमादिमम् ॥८२१॥
आद्यशिक्षापदस्थस्य, श्राद्धस्याऽपि यतेरिव । चन्द्रावतंसनृपतेरिव कर्मक्षयो भवेत् ॥८२२||
તેમના અનર્થના ત્યાગની સાથે જ સર્વ અર્થો સિદ્ધ થાય છે.” (૮૧૮)
ભગવંત બોલ્યા કે, “હવે ચાર શિક્ષાવ્રતનું સ્વરૂપ કહું છું. સામાયિક, દેશાવકાશિક, પૌષધ, અતિથિસંવિભાગ એ ચાર શિક્ષાવ્રત કહેવાય છે. (૮૧૯)
તેનું જે પાલન કરે છે તે પુણ્યાત્મા અવશ્ય સિદ્ધિ વરે છે. (૮૨૦)
તેમાં પ્રથમ સર્વજીવો પર અંતઃકરણથી જે સમભાવ રાખવો તે પ્રથમ સામાયિક શિક્ષાવ્રત છે. (૮૨૧)
આ પ્રથમ શિક્ષાવ્રતમાં વર્તનાર શ્રાવક તેટલો કાળ યતિસમાન ગણાય છે. અને તે ચંદ્રાવતંસકરાજાની જેમ કર્મક્ષય કરી શકે છે. (૮૨૨)
તેની કથા આ પ્રમાણે છે :
સામાયિક વ્રત ઉપર ચંદ્રાવતંસક રાજાની કથા. લક્ષ્મીના સંકેત સ્થાન સમાન સાકેતનામે નગર છે. ત્યાં