________________
७०८
श्री मल्लिनाथ चरित्र तच्छ्रुत्वा चर्मकारोऽपि, निरानन्दो गतस्मयः । विप्रस्य कटुकैर्वाक्यैः, श्रेष्ठिवन्मानसे भृशम् ।।७७०।। तारेन्दुर्भट्टवाक्यानि, सुधारससमान्यथ । आकर्ण्य मुदितस्वान्तः, सततं सुमना ययौ ॥७७१।। अथ प्रातर्नृपाभ्यर्णमागत्य सह वेश्यया । ताराचन्द्रेण सर्वोऽपि, स्ववृत्तान्तो निवेदितः ॥७७२।। अथ श्रेष्ठी समाहूतो, भूमिपालेन कोपिना । आगतः सोऽपि साशङ्क, नत्वा भूपमुपाविशत् ॥७७३।। रोषरक्तेक्षणः मापः, साक्षेपं स्मेति भाषते । रे ! श्रेष्ठिन्नीदृशं कर्म, मर्माऽऽविष्कुरुषेऽत्र किम् ? ॥७७४।। મંત્રી શ્યામમુખવાળો થઈ ગયો. (૭૬૯)
અને તે વિપ્રના કટુક વાક્યોથી મોચી પણ મનમાં લોભનંદી શ્રેષ્ઠીની જેમ આનંદ અને અહંકાર રહિત થઈ ગયો. (૭૭૦)
પ્રચ્છન્નપણે બધુ સાંભળનાર તારાચંદ્ર શેઠ આ પ્રમાણે સુધારસ સમાન ભટ્ટના વચનોથી અંતરમાં આનંદ પામતો પોતાના સ્થાને ગયો. (૭૭૧)
વેશ્યા સાથે રાજસભામાં ગમન. હવે પ્રભાતે વેશ્યાની સાથે રાજા પાસે આવી તારાચંદ્ર બધો પોતાનો વૃત્તાંત નિવેદન કર્યો. (૭૭૨)
એટલે રાજાએ ક્રોધાયમાન થઈ પ્રથમ લોભનંદી શ્રેષ્ઠીને બોલાવ્યો. તે આવીને શંકાસહિત નમસ્કાર કરી રાજાની પાસે બેઠો. (૭૭૩)
એટલે રોષથી રક્તનેત્ર કરી રાજાએ આક્ષેપપૂર્વક કહ્યું કે,