________________
श्री मल्लिनाथ चरित्र
६९४
एतान् पञ्चत्वमापन्नान्वीक्ष्य तौ हृदि बभ्रतुः । गुरुणा व्रतदानेनाऽऽवयोर्दत्तं हि जीवितम् ॥७०४॥
तेषां गुरूणां सातत्यं, परोपकृतिकारिणाम् । भवावो भुवि जीवन्तावनृणत्वपरौ कथम् ? || ७०५|| तेषामेव गुरूणां तौ, पार्श्वे जगृहतुर्व्रतम् । जग्मतुरच्युतं कल्पं, तस्मान्निर्वाणमेष्यतः ॥७०६ ॥ आकर्ण्यतां सकर्णेन, वर्ण्यमानं मितैः पदैः । अनर्थदण्डविरतिस्तार्तीयीकी गुणव्रतम् ॥७०७॥
આયુરૂપ વૃક્ષ નાશ પામી ગયું. અહો ! જીવિત ખરેખર ભયયુક્ત છે. (તેને માથે અનેક ભય છે.) (૭૦૩)
આ પ્રમાણે તે સર્વને મરણને શરણ થયેલા જોઈ બંને ભાઈઓ વ્રત આપનાર ગુરુ ભગવંતે આપણને જીવિત આપ્યું. (૭૦૪)
એમ મનમાં ચિંતવવા લાગ્યા. પછી તેમણે વિચાર કર્યો કે - સતત પરોપકાર કરનારા તે ગુરૂમહારાજના ઋણથી આપણે જીવતાં તો મુક્ત થઈ શકીએ તેમ નથી (૭૦૫)
માટે હવે તો તેમની પાસે જઈ ચારિત્ર જ ગ્રહણ કરવું.” આવી દૃઢભાવનાથી તેમણે તેજ ગુરુમહારાજ પાસે જઈ ચારિત્ર અંગીકાર કર્યું. અને તેનું નિરતિચાર પાલન કરી તેઓ અચ્યુતદેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી તેઓ પરમપદને પામશે. (૭૦૬)
ઇતિ સપ્તમવ્રત ઉપર ભીમ-ભીમસેન કથા.
શ્રીમલ્લિનાથ ભગવાન ફરી કહેવા લાગ્યા કે, 'હવે પરિમિતપદોથી વર્ણન કરાતું ત્રીજું ગુણવ્રત સાવધાન થઈને