________________
६५४
श्री मल्लिनाथ चरित्र तौ प्रशस्य मुनिं नत्वा, विद्युन्माली तिरोदधे । तावप्येनं नमस्कृत्येयतुः पुरं कुशस्थलम् ॥५०९।। तत्रत्यभूमिनाथस्य, नरदेवस्य संज्ञिनः । पुत्रः परन्तपो नाम, गलत्कृष्टरुजान्वितः ॥५१०॥ यः कश्चिदेनमुल्लाघ, विदधाति कथञ्चन । स स्वर्णलक्षं गृह्णातु घोषयामासिवानिति ॥५११॥ इमामाघोषणां श्रुत्वा, डिण्डिमध्वानपूर्वकम् । धारयामासतुर्वाद्यमानं पटहमुद्भटम् ॥५१२।। गत्वोपभूपमालोक्य, कुमारं वेदनातुरम् । विनष्टनासिकं कुष्टरोगस्यातिभरादिव ॥५१३॥ त्रिभिर्विशेषकम्
આ પ્રમાણે તેઓની પ્રશંસા કરી અને મહાત્માને વંદન કરી તે વિદ્યાધર પોતાના સ્થાને ગયો. ભોગદત્ત અને સુદત્ત પણ મુનિને વંદન કરી કુશસ્થલ નગરમાં આવ્યા. (૫૦૯)
કુશસ્થળ નગરના નરદેવ રાજાના પરંતપ નામના પુત્રને ગળતાકોઢનો વ્યાધિ થયો હતો. (૫૧૦).
અનેક ઉપાયો કરવા છતાં રોગ મટ્યો નહિ. એટલે રાજાએ નગરમાં આ પ્રમાણે ઘોષણા કરાવી કે, “જે કોઈ મારાપુત્રને રોગમુક્ત કરશે તેને હું લક્ષ સોનામહોર આપીશ.” (૫૧૧)
વાજિંત્રના ધ્વનિપૂર્વક થતી તે ઉદ્દઘોષણા સાંભળીને તેમણે તે અદભુત પડતો સ્વીકાર્યો (૫૧૨)
અને રાજા પાસે જઈ તીવ્રવેદનાથી પીડાતા અને અત્યંત કોઢરોગથી નાશિકા ખવાઈ ગયેલી છે એવા કુમારને જોઈ (૫૧૩)
સ્વર્ગીય વૈદ્યોની જેમ તેમણે સાત દિવસમાં તેને રૂપસંપત્તિમાં