________________
६५०
श्री मल्लिनाथ चरित्र ततो मृत्युमति काञ्चिच्छिथिलीकृत्य तावुभौ । आगत्य प्रणिपत्यर्षि, ववन्दाते शुभाशयौ ॥४९०।। मुनिर्व्यानं विमुच्याथ, दत्त्वा धर्माशिषं तयोः । अभाषिष्टेति लोभान्धौ, विहतौ स्थश्चिरं क्षितौ ॥४९१।। योगिनस्तुम्बके प्राप्य, पद्रदेव्याः प्रभावतः । लब्धायुष्कौ पुनातमरणावत्र पर्वते ॥४९२।। लोभक्षोभमहाम्भोधेभ्रंमकल्लोलमालिनः । इदं फेनायितं भद्रौ !, जानीतां धीविमर्शनात् ॥४९३।। जनाः पीतमहामोहकनकाः कनकाशया । लभन्ते प्राकृताः प्रायः, स्वर्णं प्राकृतभाषया ॥४९४॥
એટલે આપઘાતના વિચારને કાંઈક શિથિલ કરી શુભાશયવાળા તે બંને તેમની પાસે ગયા અને તે મુનિને વંદન કર્યું. મુનિએ ધ્યાનથી મુક્ત થઈ તેમને ધર્માશિષ આપી તેને કહ્યું કે, અહો ! લોભના માર્યા તમે બહુ વખત પૃથ્વી પર પરાભવ પામ્યા છો. (૪૯૦-૪૯૧) - પેલા યોગી પાસેથી સુવર્ણરસના બે તુંબડા મેળવી પદ્રદેવના પ્રભાવથી તમે બચ્યા પરંતુ છેવટે તે રસ નાશ પામ્યો. અને આ પર્વત ઉપર આવી તમો મરવા તૈયાર થાય છો. (૪૯૨)
હે ભદ્ર ! બુદ્ધિપૂર્વક વિચારણા કરતાં જણાય છે કે એ તો ભ્રમરૂપ કલ્લોલની શ્રેણિવાલા લોભના ક્ષોભરૂપ મહાસાગરના માત્ર ફીણ જ છે. (૪૯૩).
એનો વિશેષ પ્રભાવ તો હજું બાકી છે. મોહરૂપી ધતુરાનું પાન કરેલા સામાન્ય જીવો કનકની આશાએ નીચલોકોના કહેવાથી કદાચ સુવર્ણ પ્રાપ્ત કરે, (૪૯૪).