SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શેષ-વિશેષ - વિજય મુનિચન્દ્રસૂરીશ્વરજી મ. સા. “વિક્રમ સંવત ૧૨૮પના અરસામાં શ્રી પાર્શ્વનાથ ચરિત્રાદિ વિશતિ (૨૦) પ્રબંધના કર્તા આચાર્ય શ્રી વિનયચંદ્રસૂરિ વિદ્યમાન હતા. તેમનો “કવિશિક્ષા” નામનો કાવ્યસાહિત્ય પર રચેલ (વિનયાંક) ગ્રંથ તાડપત્ર પર પાટણ ભંડારમાં વિદ્યમાન છે. તે કવિ તેમાં કહે છે કે શ્રી બપ્પભટ્ટી ગુરુની વાણીમાં કવિશિક્ષા કરીશ. नत्वा श्रीभारती देवी, बप्पभट्टीगुरो गिरा । काव्यशिक्षा प्रवक्ष्यामि, नानाशास्त्रनिरीक्षणात् ॥ શ્રી બપ્પભટ્ટસૂરિ કાવ્યશૈક્ષ કહેવાતા હતા અને તેમની રચેલી કાવ્યશિક્ષાનો શ્રી વિનયચંદ્રસૂરિએ પોતાના ગ્રંથમાં ઉપયોગ કરેલો હશે. પ્રસ્તુત શિક્ષામાં તે વખતના ૮૪ દેશોની માહિતી આપેલ છે. તે પૈકી સુરાષ્ટ્ર નવહજાર ગામનો, લાટદેશ એકવીશ હજાર ગામનો, ગૂર્જર દેશ સિત્તેર હજાર ગામનો વિગેરે જણાવ્યું છે. પ્રાયઃ આ વિનયચંદ્રસૂરિએ વિ. સં. ૧૨૮૬માં શ્રી મલ્લિનાથ ચરિત્ર મહાકાવ્ય રચ્યું ને આ. શ્રી ઉદયસિંહસૂરિએ રચેલી ધર્મવિધિ વૃત્તિને સુધારી હતી.” (૫૬૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પેજ-૨૬૮) શ્રી મલ્લિનાથ ચરિત્ર (વિ. સં. ૧૨૮૬) આના કર્તા “ચન્દ્ર ગચ્છના આ. શ્રી વિનયચન્દ્રસૂરિ છે. એટલે કે આ. શ્રી રવિપ્રભસૂરિ કે પછી આ. શ્રી રત્નસિંહસૂરિના શિષ્ય થાય છે. એમણે શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર અને શ્રી પાર્શ્વનાથ ચરિત્ર 20
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy