SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ કરતા કરતા પ્રભુજી પધાર્યા. પ્રભુ સાથે આત્માદિ વિષયક ઘણી પ્રશ્નોત્તરીને અન્ને ભાવથી આસ્તિક રાજા બની પ્રભુજી પાસે ૭૦૦ રાજપુત્રો સાથે શ્રમણધર્મનો સ્વીકાર કરે છે ત્યાં જ શાલ્મલી ગામનો કઠ નામક ખેડૂત કામકુંભ પામવાથી ગર્વિત બની સ્વજનો આગળ મસ્તકે લઈ નાચ કરતા તે નાશ પામ્યો. ત્યાં પરમાત્મા આવેલા જાણી શ્રી મલ્લિનાથ પ્રભુ પાસે સાચા કામકુંભ સમાન શ્રમણધર્મને પામી આત્મકલ્યાણ સાધ્યું. હસ્તિનાગપુરમાં ખેડૂત એવો દેવપાળ ગાય-ભેંસ ચરાવતા તેને પરમાત્માની પ્રતિમાના દર્શન થયા. દ૨૨ોજ જલ-દૂધ-પુષ્પપૂજા કરે છે દેવો દ્વારા કરાયેલી પરીક્ષામાં પાસ થતા અન્તે તે રાજા બન્યો. પ્રભુજીએ તેને પ્રતિબોધી સંયમધર્મને પામી આત્મશ્રેયઃ સાધ્યું. તો પ્રભુજીએ એક અભિમાની બ્રાહ્મણને ચિલાતીપુત્રના દૃષ્ટાંત દ્વારા પ્રતિબોધી સન્માર્ગે વાળ્યો. શ્વેતાંબી નગરીમાં ક્રોધાવિષ્ટ ૩૦૦ તાપસોને પ્રભુજીએ ચંડદ્રાચાર્યની કથા કહીને પ્રતિબોધ પમાડ્યા. ત્યાંથી મદિરાવતી નગરીમાં સ્રીલંપટ યશશ્ચન્દ્ર રાજાને શંખરાજાના પુત્ર કુલધ્વજ રાજકુમારની કથા કહેવા દ્વારા પ્રતિબોધીને ૫૦૦૦ રાજપુત્રો સાથે દીક્ષાધર્મને પ્રાપ્ત કરાવે છે. આમ અનેક ભવ્યજીવોને પ્રતિબોધ કરતા કરતા પૃથ્વીતલને પાવન કરતા કરતા અન્તિમ સમય જાણીને પ્રભુજી શ્રી સમ્મેતશિખરજી મહાતીર્થે પધારી એક માસનું મહાસણ કરી ચાર અઘાતી કર્મોનો નાશ કરી જન્મ-જરા-મરણથી રહિત આદિ અનંત સુખમય શાશ્વતપદને પામ્યા. આસનકંપથી પ્રભુજીના નિર્વાણકલ્યાણકને જાણી ૬૪ ઇન્દ્રો આવીને પ્રભુજીના દેહનો વિધિપૂર્વક અગ્નિ સંસ્કાર કરી નંદીશ્વર 18
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy