________________
५७२
श्री मल्लिनाथ चरित्र कदन्नमशनं साऽप्यपराह्ने रुक्षशीतलम् । प्रददौ प्रत्यहं पत्यै, सोऽप्यभुङ्क्त दिवानिशम् ॥१०९।। सोऽपरेधुर्हलक्षेत्रे, वाहमानः कृशाङ्गवान् । प्राजनेन बलीव, खजं दुर्बलविग्रहम् ॥११०।। ताडयन्नित्यभाषिष्ट, रे रे वृषभ ! सादरम् । शीघ्रं परिणाययिष्ये, शान्ते मद्वद् भवाऽन्यथा ॥१११।। वाह्यालीविनिवृत्तोऽथ, भूपः शुश्राव तद्वचः । हंहो वत्स ! कदा तेऽगाद्, दुर्दान्तत्वमनुत्तरम् ॥११२।। स प्रोवाच यदा देव !, त्वयाऽस्मि परिणायितः । तदाऽभूद् मम शान्तत्वं, तत्त्वं तत्त्वविदो यथा ॥११३।।
તેની સ્ત્રી તેને લૂખ-સૂકું, ઠંડુ અને કુત્સિત ભોજન બપોર પછી ખાવા આપતી હતી. છતાં તે રોજ મૂંગે મોઢે જમી લેતો હતો. (૧૦૯)
એકવાર ક્ષેત્રમાં દુર્બળ તે હળ હાંકતો હતો. તે સમયે દુર્બળ શરીરવાળા અને લંગડા બળદને ચાબૂકવડે માર મારતાં (૧૧૦)
તેણે આદરપૂર્વક કહ્યું કે, અરે વૃષભ ! તું સત્વર શાંત થઈ જા, નહિ તો મારી જેમ તને પણ પરણાવી દઈશ. (૧૧૧)
એ સમયે બહાર ફરવા નીકળેલા રાજાએ તે બોલ સાંભલ્યા અને કહ્યું કે, હે વત્સ ! તારૂં અત્યંત દુર્દાતપણે ક્યારે નાશ થયુ? (૧૧૨)
તે બોલ્યો કે હે દેવ ! જ્યારથી મને તમે પરણાવ્યો, ત્યાર પછી જ તત્ત્વવેત્તાને તત્ત્વની પ્રાપ્તિ થાય તેમ મને શાંતપણું પ્રાપ્ત થયું છે. અને દુર્દાતપણું નાશ પામ્યું છે. (૧૧૩)