________________
५६८
श्री मल्लिनाथ चरित्र यान्यक्षराणि रुष्टाऽपि, भाषते श्वशुरप्रिया । तानि मन्त्राक्षराणीव, शुभायेति विचिन्त्यताम् ॥८९|| इत्यादितातशिक्षां च, श्रुत्वा धारिण्युवाच तम् । प्रेतधामेव यत्त्यक्तं, श्वाशुरं वेश्म सर्वथा ॥९०॥ वल्लरी दवदग्धाऽपि, प्ररोहति मुहुर्मुहुः । वाचा दग्धः पुनस्तात !, प्रादुर्भवति न क्वचित् ।।९१।। गृहवासो ममाऽभाग्याद्, वनवास इवाजनि । क्लिष्टकर्मोदितेः श्वश्रूर्जज्ञे विषमुखी मम ॥९२॥ तात ! कूपे पतिष्यामि, प्रवेक्ष्यामि हुताशने । न पुनः श्वाशुरं वेश्म, गमिष्यामि कदाचन ॥९३।।
કદાચ રોષ લાવી તારી સાસુ તને કાંઈ કટુબોલ કહે તો તેને મંત્રાક્ષરોની જેવા શુભ સમજી લેજે.” આ છે આર્યદેશની આર્યસંસ્કૃતિના ઉત્તમ સંસ્કારદાતા માનવી. ક્યાં આજની અનાર્યદેશ જેવી ચેષ્ટા ! (૮૯)
પોતાના પિતાની શિખામણ સાંભળી ધારિણી કહેવા લાગી કે, “હે તાત ! સ્મશાન જેવા સસરાના ઘરનો તો મેં સર્વથા ત્યાગ કર્યો છે. (૯૦)
હે પિતાજી ! વારંવાર દાવાનલથી દગ્ધવેલડી કદાચ નવપલ્લવિત થાય પણ વાણીથી દગ્ધ બનેલા ફરી ક્યારેય પ્રોલ્લસિત થતાં જ નથી. (૯૧)
છે તાત ! મારા દુર્ભાગ્યથી મને ગૃહવાસ વનવાસ જેવો થયો છે. દુષ્કર્મના ઉદયથી મારી સાસુ વિષમુખી થઈ છે. (૯૨)
હે તાત ! હું કુવામાં કે અગ્નિમાં પડવાનું સ્વીકારીશ પણ