________________
સક્ષમ: સર્વાં
प्रतिष्ठाः लोकविश्वासप्रत्यया अनृतोदिते: । नदीपूरादिव ग्रामाः, प्लाव्यन्ते तटवासिनः ||६५॥
सत्यवाक्यप्रभावेण भूपालैरपि पूज्यते । वसुबन्धुर्यथा श्रेष्ठी धर्मदेवकलौ किल ॥६६॥ तथाहि धरणीवासाभिधानं पुरमुत्तमम् । तत्रारविन्दभूपालो, विशालो निलयं श्रियः ॥६७॥
वसुबन्ध्वाह्वयः श्रेष्ठी, तत्र श्रेष्ठ गुणोत्करः । यद्वित्तैर्व्यवहर्तुं वा, कौबेरीं धनदोऽगमत् ॥६८॥
वसुभद्रः सुतोऽमुष्य, दुर्दान्तसुहृदां गणैः । समेतो नगरीं भ्राम्यन्, मदमत्त इव द्विपः ॥ ६९॥
५६३
લોકના વિશ્વાસથી બંધાયેલ પ્રતિષ્ઠા અસત્ય વચન બોલવાથી અસ્તવ્યસ્ત થઈ જાય છે. (૬૫)
સત્યવાદીના પ્રભાવથી વસુબંધુ શ્રેષ્ઠીની જેમ પ્રાણી રાજાઓ વડે પણ પૂજાય છે. રાજમાન્ય બને છે તેની કથા આ પ્રમાણે છે. (૬૬)
બીજાવ્રત ઉપર વસુબંધુની કથા
ધરણીવાસ નામના ઉત્તમનગરમાં લક્ષ્મીના વિશાલ સ્થાનભૂત અરવિંદરાજા રાજ્ય કરે છે. (૬૭)
તે નગરમાં શ્રેષ્ઠ અને ગુણીયલ વસુબંધુ શેઠ વસતો હતો. તેના ધનની વિપુલતા એટલી હતી કે જાણે વ્યાપાર કરવા માટે કુબેર અલકાપુરીમાં ચાલ્યો ગયો જણાય છે. (૬૮)
એ શેઠને વસુભદ્ર નામે પુત્ર હતો. તે દુત મિત્રોની સાથે મદોન્મત્ત હાથીની જેમ નગરીમાં રખડતો હતો. (૬૯)