________________
५४०
श्री मल्लिनाथ चरित्र भैमीवक्षो नलोऽस्पृक्षदगुल्या च क्षणादभूत् । वपुः सरोजिनीनालमिवात्युत्कटकण्टकम् ॥५२२॥ निद्राणाऽहं तदाऽत्याजि, यास्यसि क्वाधुना पुन: ? । भैमीत्युक्त्वा करे धृत्वा, नलं निन्ये गृहान्तरे ॥५२३।। नलो बिल्वकरण्डाभ्यां, वसनाभरणादिकम् । परिधायाऽभवत् सद्यः, सुरवद् निजरूपभृत् ॥५२४॥ यथारूपं नलं भैमी, ताडयित्वा कटाक्षितैः । चित्तचौरं चिरात् प्राप्तं, भुजपाशैर्बबन्ध सा ॥५२५।। पुनारि समायान्तं, नलमालिङ्ग्य भीमराट् । निजे सिंहासनेऽध्यास्य, स्मेरास्यकमलोऽवदत् ॥५२६।।
પછી કુષે ભીમરાજાના કહેવાથી પોતાની અંગુલીવતી દમયંતીના વક્ષ:સ્થળનો સ્પર્શ કર્યો. એટલે કમલિનીના નાળની જેમ તેનું શરીર તરત જ રોમાંચિત થઈ ગયું. (પ૨૨)
તેથી દમયંતી બોલી કે- તે સમયે તો હું ઉંઘમાં હતી અને તમે મારો ત્યાગ કરી ગયા હતા. પણ હવે ક્યાં જશો ? એમ કહી દમયંતી તેનો હાથ પકડી ઘરની અંદર લઈ ગઈ (પર૩)
એટલે શ્રીફળ અને કરંડિયામાંથી વસ્ત્ર તથા આભરણાદિ ધારણ કરી દેવની જેમ નળરાજા તુરત દિવ્યરૂપધારી થયાં. (પર૪)
એટલે યથાર્થ રૂપધારી અને પોતાના ચિત્તને ચોરનાર તથા બહુકાળ પ્રાપ્ત થયેલા નળને કટાક્ષવડે તાડિત કરી દમયંતીએ પોતાના ભુજાપાશથી બાંધી દીધા. (પ૨૫)
પછી બહાર આવેલા નળરાજાને આલિંગનપૂર્વક મળી, વિકસિત મુખકમળવાળા ભીમરાજાએ પોતાના સિંહાસન પર