________________
પ્રથમ: સ:
चतुर्दिगन्तशाखोपशाखाशतसमाकुलम् । सेवितं पक्षिसङ्घातैः, सहकारमथैक्षिषि ॥ १९७॥ युग्मम्
वीक्षमाणस्य तल्लक्ष्मो, नेत्रव्यापार एव मे । वृत्तिः शेषेन्द्रियाणां तु सकलाऽपि तिरस्कृता ॥ १९८ ॥ अथागमं महोद्यानं, मधुना कृतसन्निधि । यस्मिन् पिकीरवैर्मन्द्रैर्बोध्यते मकरध्वजः ॥ १९९॥ लोलप्रवालकलिता, यस्मिन् किंकिल्लिवल्लयः । રૂમ્યાનના વામાન્તિ, પિત્ઝીરવવિભૂષળા: ૨૦૦|| श्रूयते चर्चरी यत्र, पञ्चमोद्गारहारिणी । शृङ्गारनीरधेः प्रेद्वेलेव तटगामिनी ॥ २०१ ||
४३
પક્ષીઓના સમૂહથી સેવિત અને ચારે દિશાઓમાં વિસ્તાર પામેલ સેંકડો શાખા અને ઉપશાખાઓથી વ્યાપ્ત એક સહકારવૃક્ષ મારા જોવામાં આવ્યું. (૧૯૭)
તેની શોભાને જોતાં શેષ ઇંદ્રિયોની સમસ્ત વૃત્તિ મારા નેત્રના વ્યાપારમાં જ લીન બની ગઈ. (૧૯૮)
પછી હું મહા ઉદ્યાનમાં આવ્યો, કે જ્યાં વસંતઋતુની સહાયતા અને કોકીલાના મધુરગીતથી કામદેવ જાગૃત થાય છે. (૧૯૯)
જ્યાં લોલપ્રવાલ (નવાંકુર) થી યુક્ત અને કોકીલાની જેવા મધુર શબ્દાયમાન વિભૂષણથી યુક્ત એવી કિંકિલ્લી લતાઓ શ્રેષ્ઠીની રમણીઓની જેમ શોભે છે. (૨૦૦)
શૃંગારરૂપ સાગરના તટ પર આવતી તરંગિત વેલાની જેમ પંચમ ઉદ્ગારથી મનોહર એવી ગીતિ જ્યાં સાંભળવામાં આવે છે. (૨૦૧)