________________
श्री मल्लिनाथ चरित्र अञ्जनानेरिवोद्भूतः, पातालविवरादिव । सूचीभेद्यस्तमस्तोमः, प्रससार रसां प्रति ॥८४॥ अमूकघूकघूत्कारैरटन्ति मलिनाननाः । अस्तं गते रवौ नाथे, दिशः शोकाकुला इव ॥८५।। विश्वमित्रे जगन्नेत्रे, परलोकमुपेयुषि । तमोभिः पर्यपूर्य्यन्त, लोचनानि तदाऽङ्गिनाम् ॥८६।। कासारेभ्यः शशाङ्केन, मुष्यन्ते कमलाकराः । जडात्मकानां गेहेषु, न हि श्रीः स्थायिनी चिरम् ॥८७॥ ततः कुमारो रत्नेन्दुर्दुस्तरे वंशगह्वरे । शाययित्वा विशालाक्षो, तस्य द्वारि स्थितः स्वयम् ॥८८॥
સૂર્યાસ્ત થતાં જાણે અંજનપર્વતમાંથી અથવા પાતાળમાંથી પ્રગટ થયેલો હોય તેવો નિબિડ અંધકારનો સમૂહ પૃથ્વીતલ ઉપર પ્રસરવા લાગ્યો. (૮૪) - સૂર્યરૂપ નાથ અસ્ત થતાં જાણે શોકથી આકુળ થઈ ગઈ હોય તેમ દિશાઓ શ્યામસુખી બનીને વાચાળ ઘુવડપક્ષીઓના ધૂત્કારોથી જાણે વિલાપ કરતી હોય તેવી દેખાવા લાગી. (૮૫)
વિશ્વના મિત્રરૂપ સૂર્યના પરલોક જવાથી પ્રાણીઓના લોચનો અંધકારવડે પરિપૂર્ણ થઈ ગયાં.(૮૬)
ચંદ્ર પણ સરોવરમાંથી કમળોની શોભાને ચોરવા લાગ્યો. કારણ કે જડ (જળ)ના ગૃહમાં લક્ષ્મી ચિરકાળ સ્થાયી રહી શકતી નથી. (૮૭)
આવી સ્થિતિમાં તે કમલાક્ષીને એક દુસ્તર વંશઘટામાં સુવાડીને કુમાર પોતે તેની આગળના ભાગમાં ઊભો રહ્યો. (૮૮)