________________
श्री मल्लिनाथ चरित्र तस्यां भूमिपतिः शङ्खः, शङ्खशुभ्रगुणोज्ज्वलः । पद्मेव पद्मलेखेति, तस्य देवी पतिव्रता ॥६४|| तयोरभूवं तनया, नाम्नाऽहं पद्मलोचना । उन्मथ्य बाल्यपाथोधि, प्रपन्ना यौवनश्रियम् ॥६५।। मौहूत्तिकं शुभं नाम, शुभाशुभविशारदम् । अन्येद्युः शङ्खभूपालः, पर्यपृच्छत् कलानिधिम् ॥६६।। को नामास्याः पतिर्भावी, रूपेण वयसा समः । खेचरः क्षितिचारी वा, विचिन्त्य मम कथ्यताम् ॥६७|| अभ्यधादथ दैवज्ञः, सम्यग्ज्ञानबलेन सः । कुरुदेशे पुरे चन्द्राभिधाने सन्निकेतने ॥६८॥
ત્યાં શંખ જેવા શુભ્રગુણથી ઉજવલ શંખ નામે રાજા રાજ કરે છે. તેને પદ્મા (લક્ષ્મી)ની જેવી પદ્મલેખા નામની પતિવ્રતા પટ્ટરાણી છે, (૬૪).
તેમની પધલોચના નામની હું પુત્રી છું. બાલ્યવયરૂપ સાગરનું મથન કરીને હું યૌવનલક્ષ્મીને પામી. (૬૫)
એવામાં એકવાર શુભાશુભ કહેવામાં કુશળ અને કળાના નિધાન એવા એક શુભ નામના નૈમિત્તિકને મારા પિતાએ પૂછયું કે (૬૬)
આ બાળાનો રૂપ અને વયમાં સમાન એવો વિદ્યાધર કે મનુષ્ય કોણ પતિ થશે ? તેનો વિચાર કરીને મને કહો” (૬૭)
એટલે તે નૈમિત્તિક સમ્યજ્ઞાનના બળથી બોલ્યો કે :કુરુદેશમાં જ્યાં અનેક શ્રેષ્ઠ મકાનો છે એવા ચંદ્રનામના નગરમાં વસુભૂતિ રાજાનો આળસાદિ દોષથી રહિત, એવો રત્નચંદ્ર નામનો