________________
४२६
श्री मल्लिनाथ चरित्र स्तुत्वेति सत्यमर्हन्तं, श्रीकुम्भो मुदिताशयः । अतृप्त इव तीर्थेशवक्त्रराजीवमैक्षत ॥३२७॥ सांवत्सरिकदानान्तं, विज्ञाय स्वपुरीं तदा । विहाय षडपि प्राप्ता, भूभुजस्ते शमादृताः ॥३२८|| स्पृष्ट्वा भूमीतटं मूर्जा, योजिताञ्जलयोऽखिलाः । एवमारेभिरे स्तोतुं, गिरा धीरप्रशान्तया ॥३२९॥ पूर्वस्मिन् जन्मनि स्वामिन् !, तारकोऽसि यथा भृशम् । तदेदानी विवाहस्य, क्षणं देशनयाऽनया ॥३३०॥ भवप्रतिभयं नष्टं, तव मूर्तिविलोकनात् । खेलन्ति कौशिकास्तावद्, यावन्नोदेत्यहर्पतिः ॥३३१॥
ભગવંતના મુખકમળને જોઈ રહ્યા. (૩૨૭) મલ્લિકુંવરીથી પ્રતિબોધ પામેલા છએ મિત્રનું આગમન.
એવામાં સાંવત્સરિક દાનની સમાપ્તિ જાણીને પોતાની રાજધાનીનો ત્યાગ કરી સમતાવંત પૂર્વોક્ત છએ રાજાઓ ત્યાં આવ્યા (૩૨૮)
અને ભૂમિતલને લલાટથી સ્પર્શ કરી અંજલિ જોડી તે બધા ધીર અને પ્રશાંત વાણીથી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. (૩૨૯).
“હે સ્વામિન્ જેમ આપ પૂર્વજન્મમાં અમારા તારક થયા હતા તેમ આ ભવમાં પણ વિવાહ નિમિત્તે આવેલા અમને દેશના આપીને આપે ચેતવ્યા છે. (૩૩૦)
હે વિભો ! આપની મૂર્તિ જોવાથી હવે અમારે સંસારનો ભય