________________
४२४
श्री मल्लिनाथ चरित्र दिव्यध्वनिरसास्वादलुब्धास्त्वत्पादपङ्कजम् । तदेकतानहृदयाः, सेवन्ते सततं मृगाः ॥३१८।। स्यूते इव करैरिन्दोः, फेनैरिव करम्बिते । तव पार्वे जगन्नाथ !, रेजाते चामरे इमे ॥३१९।। तव सिंहासनं नाथ !, धत्ते सुरगिरिश्रियम् । अप्रकम्प्यं परैः कामं, चारुकल्याणभाजनम् ॥३२०॥ भाति भामण्डलं पृष्ठे, पिण्डीकृतमहः सुरैः । उदयद्वादशादित्यतेजःस्तोमविडम्बकम् ॥३२१॥ श्रीमल्ले वनाधीशदिवि दुन्दुभिवादनम् । विधत्ते मोहनीयादिमलिम्लुचपराभवम् ॥३२२॥ થઈ ગયું છે. એવા મૃગો સતત આપના પાદપંકજને સેવે છે. (૩૧૮)
જાણે ચંદ્રમાના કિરણથી અથવા સમુદ્રના ફીણથી બનાવેલા હોય એવા ઉજવળ બે ચામર હે નાથ ! આપની બંને બાજુ શોભી રહ્યા છે. (૩૧૯)
પરવાદીઓથી બિલકુલ અપ્રકંપ્ય અને શ્રેષ્ઠ કલ્યાણ (સુવર્ણ)ના ભાજનરૂપ એવું આપનું સિંહાસન મેરૂપર્વતની શોભાને ધારણ કરે છે. (૩૨૦)
હે ભગવન્! ઉદય પામતા બાર સૂર્યના તેજસમૂહને વિડંબના પમાડનારૂં તથા દેવોએ એકત્ર કરેલા તેજના સમૂહરૂપ ભામંડળ આપના પૃષ્ઠભાગમાં શોભી રહ્યું છે. (૩૨૧)
હે મલ્લિજિનાધીશ ! આકાશમાં વાગતો દુંદુભીનો નાદ મોહનીયાદિક ચોરોનો પરાભવ કરે છે. (૩૨૨)