________________
४०४
श्री मल्लिनाथ चरित्र इतः पञ्चमकल्पस्य, विमानेऽरिष्टनामनि । लोकान्तिकानां देवानामासनानि चकम्पिरे ॥२२०॥ तत्कम्पादवधिज्ञानप्रयोगादपि ते सुराः । सारस्वतादयः सर्वेऽजानन् दीक्षाक्षणं प्रभोः ॥२२१।। एत्य श्रीमल्लिनाथाग्रे, तेऽवोचन्निति भक्तितः । सर्वजगज्जीवहितं, स्वामिन् ! तीर्थं प्रवर्तय ॥२२२॥ स्वामी ग्राहस्थ्यवासेऽपि, वैराग्यैकनिकेतनम् । विज्ञप्तस्तैर्विशेषेण, दीक्षायां सत्वरोऽजनि ॥२२३।। अथ वात्सरिकं दानं, समारेभे जगत्पतिः । सर्वे येन महारम्भा, दानपूर्वा महात्मनाम् ॥२२४॥
હવે પાંચમા દેવલોકન અરિષ્ટ નામના પ્રતરમાં રહેનારા નવલોકાંતિક દેવોના આસનો કંપાયમાન થયા. (૨૨૦)
તેથી અવધિજ્ઞાનથી તે સારસ્વતાદિ નવે પ્રકારના દેવોએ પ્રભુનો દીક્ષા અવસર જાણ્યો. (૨૨૧).
એટલે તરત શ્રીમલ્લિનાથ સ્વામી આગળ આવી ભક્તિથી તેઓ આ પ્રમાણે કહેવા લાગ્યા કે, “હે ભગવાન્ ! સર્વ જગતના જીવોને હિતકારક એવું ધર્મતીર્થ પ્રવર્તાવો.” (૨૨૨)
એટલે ભગવંત તો પૂર્વે ગૃહવાસમાં પણ વિરાગી તો હતા જ, ઉપરાંત લોકાંતિક દેવોની વિજ્ઞપ્તિથી પ્રભુ દીક્ષા લેવા માટે વિશેષ ત્વરિત થયા. (૨૨૩)
પછી ભગવંતે સાંવત્સરિક મહા દાન દેવાનો પ્રારંભ કર્યો. કારણ કે “મહાત્માઓની સર્વક્રિયાઓ દાનપૂર્વક જ હોય છે.” (૨૨૪)