SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ: સ: ३९९ सोढुं न शक्नुमो नूनममुं दुर्गन्धमुच्चकैः । एवं बभाषिरे वस्त्रप्रान्तैः पिहितनासिकाः ॥१९७|| तान् स्वामी प्रत्युवाचेदं, प्रतिबोधपरायणः । सौवर्णी प्रतिमा यद्वद्, दृश्यमाना मनोहरा ॥१९८॥ तथा वराङ्गनाः स्मेरनीलेन्दीवरलोचनाः । विण्मूत्रश्लेष्ममज्जासृग्मलधातुप्रपूरिताः ॥१९९|| अकाम्यानपि रामाणां, काम्यानिव शरीरके । शरीरांशान् प्रपश्यन्त्यनुरागहतलोचनाः ॥२००॥ पीतोन्मत्तो यथा लोष्ठं, सुवर्णं मन्यते जनः । तथा स्त्रीसङ्गजं दुःखं, सुखं मोहान्धमानसः ॥२०१॥ “અરે રાજાઓ ! તમે જાણે મસ્તક પર ભારથી દબાયેલા હો તેમ કેમ થઈ ગયા છો? (૧૯૬) એટલે વસ્ત્રના છેડાથી નાસિકા બંધ કરીને તેઓ બોલ્યા કે, આ દુઃસહદુર્ગધ અમે સહન કરી શકતા નથી.” (૧૯૭) પછી તેમને પ્રતિબોધ કરવા ભગવંત બોલ્યા કે :- જેમ સુવર્ણની પ્રતિમા માત્ર જોતાં જ મનોહર લાગે છે. (૧૯૮) તેમ વિકસિત નીલકમળ જેવા લોચનવાળી સુંદર રમણીઓ પણ વિષ્ટા, મૂત્ર, શ્લેષ્મ, ચરબી, રક્ત અને મળથી ભરેલી હોવા છતાં પણ (૧૯૯) અનુરાગને આધીન બનેલા નયનવાળા લોકોને તે પ્રિય લાગે છે. અને તે રમણીઓના શરીરના અવયવો ન ઈચ્છવા યોગ્ય (અકામ્ય) છતાં પણ તેઓ અતિપ્રિય માનીને જુએ છે. (૨૦૦) જેમ કમળાના રોગવાળો માટીના ઢેફાંને પણ સુવર્ણ માની લે
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy