________________
ચતુર્થ :
३१७ यच्चैत्यधूपवेलोत्थधूमवल्लीभिरम्बरे । अयनपटवासत्वं, खेचरीणां वितन्यते ॥८॥ दधाना जगतीं श्लाध्यास्तु रङ्गैः शुभदर्शनैः । प्रासादा यत्र राजन्ते, मत्तवारणभासुराः ।।९।। यस्यां गणकृतं व्यर्थं, शास्त्रेष्वेव निशम्यते । विद्वद्गणकृतं विष्वक, प्रमाणं जिनवाक्यवत् ॥१०॥ कुम्भभूर्वैरिगर्वाब्धेः, कुम्भः कीर्तिसुधाम्भसः । तत्राभूद् भूपतिः कुम्भः, कामकुम्भ इवार्थिनाम् ॥११॥ सश्रीके यस्य खड्गाब्धौ, शङ्कुशीतांशुपुष्करे ।
कीर्तयः प्रत्यनीकानां, निपेतुनिम्नगा इव ॥१२॥ વિદ્યાધરીઓના વસ્ત્રો વિના પ્રયત્ન સુગંધી થયા કરે છે. (૮)
ફરતા કોટવાળા, રંગ અને સારાદેખાવથી પ્રશંસનીય અને સુંદર વેદિકાથી દેદીપ્યમાન એવા પ્રાસાદો જ્યાં શોભી રહ્યા છે.
જ્યાં ગણકૃતકાર્ય શાસ્ત્રોમાં જ વ્યર્થ સંભળાતું, પણ સુજ્ઞગણકૃત કાર્ય તો જિનવચનની જેમ સર્વત્ર પ્રમાણ જ ગણાતું હતું. (૧૦)
તે નગરમાં વૈરીના ગર્વપ સાગરને અગમ્ય ઋષિ સમાન, કીર્તિરૂપ અમૃતરસના કુંભ સમાન અને યાચકોને કામકુંભ સમાન કુંભનામે રાજા રાજ્ય કરતો હતો. (૧૧)
જેના લક્ષ્મીયુક્ત, શંખ, ચંદ્ર, પદ્મના ચિન્હવાળા તલવારરૂપ સાગરમાં શત્રુઓની કીર્તિ નદીઓની જેમ આવી આવીને પડતી હતી. (૧૨)