________________
२७९
તૃતીયઃ સ.
अनादिभवरूपेण, कृतज्ञेन द्विजन्मना । कारितः करसंयोगोऽनयोर्मन्त्रपुरःसरम् ॥७४॥ वनस्पतिमहीपालः, करमोचनपर्वणि । भववेद्याभिधां विद्यां, ददावक्षयकारिणीम् ॥७५।। वृत्ते विवाहमङ्गल्ये, दशाऽहानि महोत्सवात् । स्थित्वा वरः समागच्छद्, निजं संसारपत्तनम् ॥७६॥ भुञ्जानः पञ्चधा भोगान्, तया साकं नरेन्द्रजः । असूत नन्दनान् पञ्च, विकारान् विदितान् भुवि ॥७७।। आसन्नदूरसिद्धिकवेश्मान्येष दिवानिशम् । उपाद्रौषीत् सुतैः साकं, पञ्चभिर्वामचेष्टितैः ॥७८।। आसन्नदूरभव्याद्या, मिलित्वा तैरुपद्रुताः । आगमन् कर्मभूमीशसमीपे प्राभृतोत्तराः ॥७९॥
પછી કૃતજ્ઞ એવા અનાદિભવરૂપ બ્રાહ્મણે મંત્રોચ્ચારપૂર્વક તેમનો હસ્તમેળાપ કરાવ્યો. (૭૪)
એટલે વનસ્પતિ રાજાએ કરમોચન સમયે તેમને ભવવેદ્યા નામની અક્ષયકારી વિદ્યા આપી. (૭૫)
પછી વિવાહ મંગલ સમાપ્ત થતાં દશદિવસ મહોત્વપૂર્વક ત્યાં રહીને વરરાજા પોતાના સંસારપત્તનનગરમાં આવ્યા. (૭૬)
પછી તે નવોઢા સાથે પાંચ પ્રકારના ભોગોને ભોગવતાં તેને પૃથ્વી પર પ્રસિદ્ધ પાંચ વિકાર નામના પુત્રો થયા. (૭૭).
વક્રચેષ્ટાવાળા તે પાંચપુત્રોની સાથે અભવ્ય રાતદિવસ આસન્નસિદ્ધિક અને અદૂરસિદ્ધિકના સ્થાનને ઉપદ્રવ કરવા લાગ્યો. (૭૮)
એટલે તેમનાથી ઉપદ્રવ પામેલા આસન્નસિદ્ધિક અને