________________
२७१
તૃતીય: સઃ
अमुं भव्येतरं पुत्रं, तया योजयसे यदि ।। स्वर्णं सुरभि जायेत, रत्नं स्वर्णेन योज्यते ॥३३॥ श्रुत्वेदं नास्तिको नाम, दूतो भूमीभुजा स्वयम् । प्रेषितस्तस्य सामीप्ये, स प्रणत्येत्यवोचत ॥३४॥ मन्मुखेन मम स्वामी, स्वामिन् ! व्याहरते वचः । निजां मोहोदितिं पुत्रो, मत्पुत्राय प्रयच्छत ॥३५।। युवयोर्यद्यपि स्नेहः, कुलक्रमासमागतः । तथापि तं स्थिरीकर्तुं, संबन्धः क्रियतेऽधुना ॥३६।। वनस्पतिरथोवाच, विस्मिताननपङ्कजः ।
लुलोठ स्वधुनीमध्ये, नालस्योपहतस्य मे ॥३७॥ જોડ્યા જેવું થાય. (૩૩)
આ પ્રમાણે સાંભળીને રાજાએ પોતે તેની પાસે નાસ્તિક નામનો પોતાનો દૂત મોકલ્યો. તે દૂતે ત્યાં જઈ પ્રણામ કરીને કહ્યું કે, “હે સ્વામિન્ ! તમારી તીવ્રમોહોદિતિ પુત્રી મારાપુત્રને આપો. એમ મારા સ્વામી તમને મારામુખે કહેવડાવે છે. (૩૪-૩૫).
તમારા બંને વચ્ચે સ્નેહ તો કુળપરંપરાથી ચાલ્યો આવે છે. તો પણ તેને વધારે દઢ કરવામાટે અત્યારે આ સંબંધ કરો.”
(૩૬)
એટલે અનાદિવનસ્પતિરાજા બોલ્યો કે, “અહો ! આલસ્યથી ઉપહત (હણાયેલું) મારું વિકસિત મુખકમળ આજે ગંગામાં નાહ્યું. અર્થાત્ આળસુને ઘરે બેઠા ગંગાસ્નાન પ્રાપ્ત થયું. (૩૭)
સેંકડો મનોરથથી પણ ભાગ્યહીન જનોને અલભ્ય એવા