________________
દ્વિતીય સઃ
२४१ परितक्ष्य तपष्टङ्कः, शिलामिव निजां तनूम् । उच्चकार तथा सोऽभूद्, यथा जङ्गमदैवतम् ॥५६२॥ आयुःक्षये स राजर्षिर्गृहीत्वाऽनशनं चिरात् । एकावतारस्त्रिदशो, जज्ञे तस्माच्च सेत्स्यति ॥५६३॥ विद्याविलासराजर्षिर्यथा तेपेतरां तपः । तथाऽन्यैरपि भावेन, पालनीयं महाबल ! ॥५६४॥ ततो महाबलो राजा, जगादेति कृतस्मितम् । करिष्यामि तपः शुद्धं, स्वामिन् ! विद्यानरेन्द्रवत् ॥५६५।। दानशीलतपोधर्मा, अमी भावं विना त्रयः । न फलन्ति महीपाल !, शाला इव ऋतुं विना ॥५६६।। સુઘટિત કરી મૂક્યું કે જેથી તે એક જંગમદેવની જેમ દીપવા લાગ્યા. (પ૬૨).
અનુક્રમે આયુષ્ય પૂર્ણ થતાં પૂર્વે અનશન સ્વીકારીને તે રાજર્ષિ એકાવતારી દેવ થયા. અને ત્યાંથી ચ્યવી સિદ્ધપદને પામશે. (પ૬૩)
હે મહાબલ ! જેમ વિદ્યાવિલાસ રાજર્ષિએ તપ તપ્યું, તેમ અન્ય લોકોએ પણ ભાવપૂર્વક તપધર્મનું પાલન કરવું જોઈએ. (પ૬૪)
ઈતિ શ્રીવત્સ અપરનામ વિદ્યાવિલાસ રાજાની કથા પછી મહાબલરાજાએ સ્મિતપૂર્વક કહ્યું કે, “હે સ્વામિન્ ! વિદ્યાવિલાસની જેમ હું પણ શુદ્ધ તપ કરીશ.” (પ૬૫)
એટલે મુનિ બોલ્યા કે, “હે રાજન્ ! ઋતુવિના વૃક્ષોની જેમ ભાવવિના દાન, શીલ અને તપ ફળીભૂત થતા નથી.” (પ૬૬)