________________
२२६
___ श्री मल्लिनाथ चरित्र विजने तत्र तां वीक्ष्य, लब्ध्वा च करमुद्रिकाम् । अचालीदुज्जयिन्यां हि, बहिःस्थानां भवेद् मृतिः ॥४८९।। शीघ्रमायन् पुरो, दत्तकपाटं गोपुरं पुरः । निरीक्ष्य वप्रविस्तीर्णपयोमार्गमुपाययौ ॥४९०॥ विश्रान्तोऽन्तर्भुजङ्गेन दष्टः स्पष्टमथो करे । हाहेति न्यगदद् मन्त्री, मृत्योः पटहविभ्रमम् ॥४९१।। इतश्च सौधमासीना वारवेश्याऽवनीशितुः । तं शुश्राव महानादं, कर्णयोर्विषसेचनम् ॥४९२।। अद्राक्षीत् पतितं क्षोण्यां, सचिवं प्रसरद्गरम् ।
अक्षालयच्च पाणिस्थं, मणि नीरेण भूरिणा ॥४९३।। પામ્યો. અને વિચારવા લાગ્યો કે, અહો આજ હું ધન્ય થયો કે મારી પત્નીએ મને ગૌરવસહિત બોલાવ્યો. (૪૮૮)
પછી પાછો દેવભવનમાં જઈને ત્યાં પડી રહેલી તે મુદ્રિકાને લઈ મંત્રી નગરી તરફ ચાલ્યો. કારણ કે રાત્રિએ નગરબહાર રહેવામાં મરણનો સંભવ હોય છે.” (૪૮૯).
હવે આ બાજુ સત્વર નગરી તરફ આવતા નગરીનું મુખ્યદ્વાર બંધ ગયેલું જોઈને કિલ્લાની ચારે બાજુના વિસ્તારવાળા જળમાર્ગે તે અંદર પ્રવેશ કરવા ચાલ્યો. (૪૯૦)
વચમાં વિસામો લેતાં એક સર્વે તેના હાથ ઉપર ડંખ માર્યો. તેથી મંત્રીએ મૃત્યુના પટહસમાન હાહાકાર કર્યો. (૪૯૧).
તે કાનને વિષ સમાન હાહાકાર પોતાના આવાસમાં બેઠેલી રાજાની પણ્યાંગનાએ (વેશ્યા) સાંભળ્યો. (૪૯૨)
એટલે વિષથી વ્યાપ્ત અને પૃથ્વી પર પડતા તે પ્રધાનને જોઈને