________________
२१६
श्री मल्लिनाथ चरित्र जगाद सचिवः स्वामिन् !, वाच्यते केवलं धिया । यदि विद्याविलासेन, शास्त्राम्भोधिहिमाता ॥४३९॥ नृपादेशात् समाहूतः, पूर्वं पठितवत्सुखम् । तं लेखं वाचयामास, निःशेषलिपिकोविदः ॥४४०॥ तत्क्षणं परितुष्टेन, महीनाथेन सन्मतिः । स्थापितः सचिवत्वेऽसौ, न श्रद्धालुर्गुणेषु कः ? ॥४४१॥ नृपप्रदत्तसाम्राज्यभारः सुमतिहेतिभिः । दुःसाध्यान् साधयामास, सचिवः शुचिभूषणः ॥४४२॥ कदाचित् कथयामास, कोऽपि क्षोणीपतेः पुरः । जगत्प्रियोऽपि देवायं, न प्रियो निजयोषितः ॥४४३॥
એટલે પ્રધાને રાજાને કહ્યું કે, “હે સ્વામિ ! શાસ્ત્રરૂપી સાગરને વિષે ચંદ્ર સમાન વિદ્યાવિલાસ કદાચ આ લેખને પોતાની બુદ્ધિથી વાંચી શકશે.” (૪૩૯).
એટલે રાજાએ તુરતજ તેને બોલવ્યો, રાજાના આદેશથી તે રાજસભામાં આવ્યો. અને સમસ્ત લિપિમાં કુશળ એવા તેણે પૂર્વે ભણેલાની જેમ સુખપૂર્વક તે લેખ વાંચી સંભળાવ્યો. (૪૪૦)
તેથી તત્કાળ સંતુષ્ટ થયેલા રાજાએ સન્મતિવાળા તેને પ્રધાનપદવી આપી. ગુણોમાં કોણ શ્રદ્ધાળુ ન હોય. ગુણી સર્વત્ર પૂજાય છે. (૪૪૧)
પછી રાજાએ આપેલા સામ્રાજયભારને વહન કરતાં પવિત્રજનોમાં ભૂષણ એવા તે સચિવે પોતાના સુમતિરૂપ શસ્ત્રોથી દુઃસાધ્ય શત્રુઓને પણ સાધી લીધા. (૪૪૨)
એકવાર રાજાની આગળ કોઈકે કહ્યું કે, “હે દેવ ! આ