________________
૨૦૦
श्री मल्लिनाथ चरित्र તથાદિ
अस्ति स्त्रीस्पर्शवत् सर्वविषयेष्वादिमं पुरम् । काञ्चनाख्यं लसद्भद्रशालं काञ्चनशैलवत् ॥३६३। तत्रासीत् पृथिवीपालः, सूरसेना महारथः । धरणीधारिणीनाम्नी, तस्य देव्यौ बभूवतुः ॥३६४॥ विज्ञातजीवाजीवादिनवतत्त्वः सदाऽऽस्तिकः । तस्मिन्नेव पुरे श्रेष्ठी, श्रीपालः परमार्हतः ॥३६५॥ सुशीललालसा धर्मे, दानशौण्डा दयावती । श्रीमती तस्य जायाऽभूद्, धीमती परमाईती ॥३६६।।
તપધર્મ ઉપર વિધાવિલાસની કથા. સર્વ (વિષયો) દેશોમાં સ્ત્રીસ્પર્શની જેમ મુખ્ય અને કાંચનગિરિનીજેમ ભદ્રશાલવનથી સુશોભિત એવું કાંચનપુર નામે નગર છે. (૩૬૩)
ત્યાં સૂરસેન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ધરણી અને ધારિણી નામની બે રાણીઓ હતી. (૩૬૪)
વળી તે જ નગરમાં જીવાજીવાદિ નવતત્ત્વને જાણનાર, સદા આસ્તિક અને પરમ શ્રાવક શ્રીપાલ નામે શ્રેષ્ઠી રહેતો હતો. (૩૬૫)
સુશીલપણામાં તત્પર, દાનધર્મમાં કુશળ, કરૂણાવંત, બુદ્ધિશાળી અને પરમશ્રાવિકા એવી શ્રીમતી નામની તે શેઠને સ્ત્રી હતી. (૩૬૬).
કૃષ્ણની ચાર ભુજાઓની જેમ તે શેઠને શ્રીધર, શ્રીપતિ, શ્રીદત્ત ૨. “સૂરસેનોઝબિધાનતઃ' રૂતિ વા