________________
१८१
દ્વિતીયઃ સઃ प्रदीप्यमाना कोपेन, कारागारादमुं ततः । आकृष्य नर्मकेलिं च, बभाषे बान्धवोऽसि नः ॥२७३।। जगाम वनमालायाः, सौधं चम्पकमालिका । विदूषकप्रणीतेन, सा मार्गेण निरर्गला ॥२७४।। अवस्कन्दमिवायान्ती, तां दृष्ट्वा सौधरक्षकाः । पलायाञ्चक्रिरे भीतिश्लथमूर्धजबन्धनाः ॥२७५।। असूनथ समादाय, वनमाला भयद्रुता । सौधोत्सङ्गाद् ददौ झम्पां, भयार्ताः किं न कुर्वते ? ॥२७६।। निपतन्तीं द्विजः कश्चित्, स्वामिदत्तप्रसत्तिवत् । वनमालां गृहीत्वाऽऽशु, न्यक्षिपद् गर्भवेश्मनि ॥२७७।।
બળતામાં ઘી હોમવાનું કામ કરનાર તેને કોપાયમાન રાણીએ મુક્ત કરીને કહ્યું કે :- “તું મારો બાંધવ છે.” (૨૭૩)
પછી વિદૂષકે બતાવેલા રસ્તે ચંપકમાલા કોઈની પણ દરકાર કર્યા વિના વનમાળાનાં ભવનમાં ગઈ. (૨૭૪)
એટલે સાક્ષાત્ ઉપદ્રવ જ ન હોય? તેમ તેને આવતી જોઈને ભયને લીધે જેમના વાળના બંધન પણ શિથિલ થઈ ગયા છે એવા ભવનરક્ષકો બધા ભાગી ગયા. (૨૭૫).
ભયથી વ્યાકુળ થઈને પોતાના પ્રાણની દરકાર કર્યા સિવાય વનમાલાએ ભવન ઉપરથી નીચે કુદકો માર્યો. અહો ! ભયથી વ્યાકુળ લોકો શું નથી કરતા ? (૨૭૬)
આ બાજુ પડતી વનમાલાને કોઈક બ્રાહ્મણે સ્વામીના પ્રસાદની જેમ અદ્ધરથી ઝીલી લઈને પોતાના ગુપ્તગૃહમાં લઈ જઈ સંતાડી દીધી. (૨૭૭)