________________
१३८
श्री मल्लिनाथ चरित्र पश्चात् तव करिष्यामि, परामुपकृति सखे ! । विस्मरिष्यसि न त्वं मां, मनस्याऽऽहितया यया ॥६७।। ततः कुमारः संप्राप्य, नीरं तीरवतीभवम् । पन्नगं पाययामास, नलिनीनालचर्यया ॥६८॥ अथाभवदसौ वेगाद्, दिव्यरूपधरो नरः । दधानः करराजीवे, चारु काञ्चनपङ्कजम् ॥६९॥ आहत्य करपादेन, पद्मोऽसौ वामनीकृतः । अहो ! तस्योपकारस्योपकृतं तेन पापिना ॥७०।। अहो ! अस्य कठोरत्वं, कुलिशेनेव निर्मितम् । अहो ! अस्य द्विजिह्वत्वं, यथार्थमिव लक्ष्यते ॥७१॥
હે મિત્ર ! પછી હું તારા પર પરમ ઉપકાર કરીશ કે જે ઉપકારથી તું મને કદી પણ ભૂલી શકીશ નહિ. (૬૭).
પછી કુમારે નદીનું જળ લાવીને કમળના નાળચાથી સર્પને પાયું. (૬૮)
એટલે તે તરત જ પોતાના કરકમળમાં સુંદર સુવર્ણકમળને ધારણ કરનારા અને દિવ્યરૂપધારી પુરુષ થઈ ગયો. (૬૯)
અને હાથ તથા પગથી આઘાત કરીને કુમારને વામન બનાવી દીધો. અહો ! તે પાપીને જુઓ, કુમારના ઉપકારનો બદલો કેવો આપ્યો. (૭૦)
કુમાર ચિતવવા લાગ્યો કે :- અહો ! આની કઠોરતા જાણે વજયી બની હોય તેવી જણાય છે. અને તેનું દ્વિજિલ્લત્વ યથાર્થ જણાઈ આવે છે. (૭૧)