________________
श्री मल्लिनाथ चरित्र सत्यप्रत्यायितक्ष्मापसमादेशेन मान्त्रिकः । लिखित्वा मण्डलं हांहीमन्त्रविन्याससुन्दरम् ॥४३७।। क्षामकुक्षिललन्नेत्रां, चण्डी मूर्तिमतीमिव । आनयद्राक्षसी भीमां, स्फारस्फेत्कारकारिणीम् ॥४३८॥ युग्मम् सविस्मयं नृपो दध्यौ, महामन्त्रविजृम्भितम् । य एनां राक्षसी मन्त्रिन्नानैषीत् पश्यतां हि नः ॥४३९॥ मान्त्रिकः प्राह यत् कार्य्य, तत् कृतं तव सन्निधौ । आकार्यतां ततो वेगानिषादोऽस्य वधाय सः ॥४४०॥ अथास्माभ्येति चाण्डालो, हरिश्चन्द्रसमन्वितः । अयोध्येशं ततो दृष्ट्वा, शुकोऽवादीद् द्विजादिवत् ॥४४१॥
પછી સત્યથી વિશ્વાસ પામેલા રાજાના આદેશથી હાં હીં એવા મંત્રની રચના વડે મનોહર એવું મંડલ આલેખીને (૪૩૭)
તે માંત્રિકે કૃશકુક્ષિવાળી, ચપળ નેત્રવાળી, સાક્ષાત્ ચંડી જેવી, ઉચા સ્વરે ફેન્કાર કરતી ભયંકર રાક્ષસીને ત્યાં બોલાવી. (૪૩૮)
એટલે રાજા વિસ્મયપૂર્વક વિચારવા લાગ્યો કે, અહો ! મહામંત્રનો શો ચમત્કાર છે ?જુઓ ! આ માંત્રિકે આપણા દેખતાં આ રાક્ષસીને અહીં તેડાવી. (૪૩૯).
પછી માંત્રિક બોલ્યો કે “મારે જે કરવાનું હતું તે આપની સમક્ષ કર્યું.” હવે તેનો વધ કરવા ચંડાલને સત્વર બોલાવો.” (૪૪૦)
એટલે રાજાના આદેશથી હરિશ્ચંદ્ર સહિત ચંડાલ ત્યાં આવ્યો. એવામાં પેલા પોપટે હરિશ્ચંદ્ર રાજાની સામે જોઈને વિપ્રની જેમ કહ્યું કે :- (૪૪૧)